________________
(પર) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા
હવે ગુણઠાણે ધ્રુવસત્તા કહે છે–પહેલા ત્રણ ગુણઠાણુને વિષે મિથ્યાત્વમેહનીની સત્તા નિક્ષે હેય. ચોથાથી આઠમા ગુણઠાણ
સુધિ ભજન જાણવી. બીજે ગુણઠાણે સમકીત મોહનીની સત્તા નિશ્ચે હોય. પહેલાથી દશમા ગુણઠાણું સુધિ ભજના. બીજે તથા ત્રીજે ગુણઠાણે મિશ્રમેહનીની સત્તા નિશ્ચ હેય. પહેલાથી અગ્યારમા સુધિ ભજના. પહેલા બે ગુણઠાણે અનંતાનુબંધી કષાય નિશ્ચ હોય. ત્રીજાથી અગ્યારમા યુધિ ભજના. આહારક સપ્તકની સર્વ ગુણઠાણે ભજના. બીજા ત્રીજા ગુણઠાણ વિના બાકી સર્વ ગુણઠાણે તીર્થંકર નામકર્મની ભજન. (આહારક સપ્તક અને જિનનામકર્મની) સત્તા છતે મિથ્યાત્વી ન થાય. તીર્થંકરનામકર્મ સત્તામાં છતે અંતમુહર્તપર્યત મિથ્યાત્વી થાય. આહાર સપ્તક અને જિનનામ બેની સત્તાવાળે જીવ મિથ્યા ન જાય. તીર્થકરનામકર્મની સત્તાવાલે જીવ મિથ્યાત્વે આવે તો અંતર્મુહર્તજ રહે. તે આ પ્રમાણે-પૂર્વ નરકનું આયુ બાંધીને પછી ક્ષાપશમિક સમ્યકત્વ પામીને તીર્થંકરનામકમ બાંધે તે જીવ મરતાં સમકીત વમીને મિથ્યાત્વે આવી નરકે ઉપજે, ત્યાં વલી તુરતજ સમકિત પામે. માટે અંતર્મુહુર્તજ મિથ્યાત્વગુણઠાણે રહે.
હવે ઘાતિપ્રકૃતિ કહે છે-કેવલદુગ, પાંચ નિદ્રા, પ્રથમના બાર કષાય, મિથ્યાત્વમેહની એ ૨૦ સર્વઘાતી જાણવી. ચાર જ્ઞાન, ત્રણ દર્શન, સંજવલનની ચાર, નવનેક્ષાય, અંતરાયકર્મની પાંચ એ ૨૫ દેશઘાતી જાણવી. કુલ એ ૪૫ ઘાતી જાણવી.
- હવે અઘાતી કહે છે -પ્રત્યેકની ૮, શરીરછની ૩-પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, બાર સંઘયણસંસ્થાન, પાંચ જાતિ, ચાર ગતિ, બે ખગતિ ચાર આનુપૂર્વ એવં ૩૫. આયુષ્યની ચાર, ત્રાસ સ્થાવરની વીસ બે ગોત્રની, બે વેદનીની, ચાર વર્ણાદિક એવું અઘાતી ૭૫ જાણવી.
હવે પુન્યપ્રકૃતિ કહે છે–દેવત્રિક, મનુષ્યત્રિક, ઉચગેત્ર, સાતાવેદની, ત્રસની દશ પાંચ શરીર, ત્રણ ઉપાંગ, પહેલું સંઘયણ તથા પહેલું સંસ્થાન, પરાઘાતનામ, ઉશ્વાસનામ, આતાપનામ, ઉદ્યોતનામ, અગુરુલઘુનામ, તીર્થંકરનામ, નિર્વાણનામ, તિર્યંચ આયુ, શુભવર્ણાદિ ચાર, પચૅબ્રિજાતિ, શુભખગતિ, એવં કર પુન્યની જાણવી.