________________
છઠ કર્મગ્રંથ
( ૧૫ ) નિયમથી વિશુદ્ધ પરિણમી થકે ચારિત્રહની પ્રકૃતિ ખપાવવાને અથે ઉધમ કરે. શેષ ચારિત્રમોહની ૨૧ પ્રકૃતિ ખપાવવાને ઉદ્યમ કરતો એ પુરૂષ યથાપ્રવૃત્તાદિક ત્રણ કરણ કરે. ત્યાં કરણનું સ્વરૂપ પૂર્વની પેઠે જાણવું. અહિં અપ્રમત્તગુણઠાણે પહેલુ, અપૂર્વકરણે બીજું, અનિવૃત્તિ બાદરે ત્રીજું કારણ કરે. તિહાં અપૂર્વકારણે સ્થિતિઘાતાદિ કરી અપ્રત્યાખ્યાની ૪ તથા પ્રત્યાખ્યાની ૪, એ આઠ કષાય ખપાવવા માંડે કે જેવી રીતે અનિવૃત્તિકરણદ્ધાને પ્રથમ સમયેજ તે કવાયાષ્ટકની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ માત્ર સ્થિતિ પ્રમાણુ થાય. પછી થીણુદ્વિત્રિક, નરકગ, તિર્યંચદુગ, જાતિ ૪, સ્થાવર, આતાપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ તેમાં નરક અને તિર્યંચ એ બે ગતિ પ્રાયોગ્ય નામકની ૧૩ પ્રકૃતિ તથા થીણદ્વિત્રિક તે દશનાવરણું એવં ૧૬ પ્રકૃતિને ઉદ્વલના સંક્રમે કરીને પ્રતિસમય ઉવેલી ઉવેલી જેવારે પ૯પમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ માત્ર સ્થિતિ રહે તે વારે તે ૧૬ પ્રકૃતિને પ્રતિસમય બંધાતી પ્રકૃતિ મધ્ય ગુણસંક્રમે કરી સંક્રમાવી સંક્રમાવીને ક્ષીણ કરતો કરતો નવમા ગુણઠાણના સંખ્યાતા ભાગ ગયે થક અને શેષ એક ભાગ થાકતો થકે તે શેળે પ્રકૃતિ ક્ષય કરે. અહિંયાં પ્રત્યાખ્યાન તથા અપ્રત્યાખ્યાનીયા આઠ કષાય પૂર્વે ખપાવવા માંડયા હતા. પણ હજી ક્ષીણ થયા નથી, તેની વચ્ચે જ એ ૧૬ પ્રકૃતિને ક્ષય કર્યો. વળી કઈક આચાય એમ કહે છે કે એ ૧૬ પ્રકૃતિ ખપાવતાં વચગાળે આઠ કષાય ખપાવીને પછી એ ૧૬ પ્રકૃતિ ખપાવે. પછી અંતર્મુહુર્તમાંહે નવ કષાય, સંજવલની ચાર અંતરકરણ કરે, તે કરીને નપુંસકવેદનું ઉપરની સ્થિતિનું દલિયું ઉકલનવિધિ કરીને ક્ષય કરવા માંડે તે અંતમુહુ
લગે વેદવે કરીને પોપમના અસંખ્યાતમાં ભાગ માત્રનું થયું. ત્યાંથી માંડીને બંધાતી પ્રકૃતિને વિષે ગુણસંક્રમે કરીને નાખે; એમ નખાતું થઉં તે અંતમુહુતે નિઃશેષપણે ક્ષીણ થાય, અને હેલું દલિયું જે નપુસકેદી ક્ષકશ્રેણિએ ચડ હેય તે ભાગવતો ક્ષય કરે, અન્યથા તે તે આવલિકામાત્ર હેય, તેને વળી વેદ્યમાન પ્રકૃતિને વિષે સ્તિબુકસંક્રમે કરીને સંક્રમાવે, એમ નપુંસકને ક્ષય કરીને તેવી જ રીતે અંતર્મુહર્ત જીવેદનો ક્ષય કરે. ત્યારપછી છ હાસ્યને પણુ સમકાલે ક્ષય કરવા માંડે ત્યાંથી માંડી તેનું ઉપરની સ્થિતિનું દલિયું પુરૂષદમાંહે ન સંક્રમાવે, કિંતુ સંજવલનોધમાંહે સંક્રમાવે.