________________
-
છઠે કમગ્રંથ.
( ૧૪૭ )
છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન, આતાપ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અથર્યાસ, જાતિ ચાર, મિથ્યાત્વમોહની, એ ૧૦ વિના શેષ ૧૦૧ પ્રકૃતિ બાંધે. તિર્યંચતિગ, થીણદ્વિત્રિક, દૌર્ભાગ્યવિક, અનંતાનુબંધી ૪, પહેલું અને છેલ્લું સંઘયણ સંસ્થાન વિના ૪ સંઘયણ ૪ સંસ્થાન, નીચગેત્ર, ઉદ્યોતનામ, કુખગતિ, રસીદ, મનુષ્કાયુ, દેવાયુ એ ર૭ સાથે પૂર્વોક્ત ૧૯ પ્રકૃતિ ભેળવતાં ૪૬ વિના શેષ ૭૪ પ્રકૃતિ ત્રીજે ગુણઠાણે વર્તતો જીવ બાધે. .
ચોથે ગુણઠાણે પૂર્વોક્ત ક૬ માંથી તીર્થંકરનામ, મનુષ્યાય, દેવાયુ, એ ત્રણ બાંધે માટે ૪૩ વિના શેષ ૭ પ્રકૃતિ બાંધે. પાંચમે ગુણઠાણે પ્રથમ સંઘયણ, મનુષ્યતિગ, અપ્રત્યાખ્યાની ૪, દારિદુગ, એ ૧૦ પ્રકૃતિ પૂર્વોકત ૪૩ માં ભેળવતાં પ૩ પ્રકૃતિ વિના શેષ ૬૭ પ્રકૃતિ બાંધે છડે ગુણઠાણે પૂર્વોક્ત પ૩ ની સાથે પ્રત્યાખ્યાની ૪ ભેળવતાં પ૭ વિના શેષ ૬૩ પ્રકૃતિ બાંધે. પૂર્વોકત ૬૩ પ્રકૃતિમાંથી શાક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ, અસાતા એ ૬ પ્રકૃતિ વિના અને આહારદુંગ ભેલવતાં ૫૯ પ્રકૃતિ સાતમે ગુણઠાણે બાંધે. અથવા દેવાયુ પણ પ્રમાણે બાંધવા માંડે તે બાંધતો થકેજ પ્રમuથકી અપમત્ત આવે, ત્યાં તે બંધ પુરે કરે, પણ અપ્રમત્તથકે દેવાથુ બાંધે નહિ. માટે દેવાયુ વિના ૫૮ પ્રકૃતિ બાંધે. આઠમા ગુણઠાણાના પહેલ ભાગે તેહીજ પૂર્વોકત ૫૮ બાંધે. અને બીજે, ત્રીજે, ચેાથે પાંચમે, છઠે એ પાંચ ભાગ નિદ્વાદુગ વિના પ૬ પ્રકૃતિ બાંધે. સાતમે ભાગે દેવ-દુમ, પંચૅક્તિ જાતિ, શુભ ખગતિ, ત્રસાદિ નવ, ઔદારિક વિના ૪ શરીર, ૨ ઉપાંગ, સમચતુરસ સંસ્થાન, નિરમાણ, તીર્થકર, વર્ણાદિ ૪, અગુરુલઘુચતુષ્ક, એ ૩૦ વિના શેષ ૨૬ પ્રકૃતિ બાંધે. નવમે ગુણઠાણે પહેલે ભાગે હાસ્ય, રતિ, ભય, કછા એ ૪ વિના ૨૨ બાંધે, બીજે, ત્રીજે, ચોથે, પાંચમે પુરૂષદ, સંજ્વલન તિગ વિના અનુક્રમે ૨૧, ૨૦, ૧૯, ૧૮ બાંધે. દશમે ગુણઠાણે સંજવલન લાભ વિના ૧૭ પ્રકૃતિ બાંધે. તેમાંથી જ્ઞાનાવરણી પ, દર્શનાવરણ ૪, અંતરાય ૫, ઉચગેવ, યશકીતિ એ ૧૬ વિના અગ્યારમા ગુણઠાણાથી તેરમા ગુણઠાણ સુધિ એક સાતાનેજ બંધ હેય. એથી વિશેષ કમસ્તાવનામા બીજા કર્મગ્રંથથી જાણી લેવું.
હવે ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહે છે–અનંતાનુબંધી ૪, દર્શન