________________
વ
આ માન્યતાને ખરતરગચ્છનામુનિશ્રી કમલસંયમ પણ 'ટેકો આપે છે કે લંકાશાહે જીનપ્રતિમાનું માન ટાળી દીધું છે. દયા દયા કરીને દાન ટાળી દીધું છે. એટલે કે જે દાનમાં હિંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લેશ પણ સ્થાન હોય તેવાં સાવદ્યદાનને લંકાશાહે નિષેધ કરેલ હતું, જે વિધિથી પડિકમણું થતું હતું તે પડિકમણું પણ ટાળી દીધું અને ઘણા ગામે લંકાશાહને પડખે ચડી ગયાં અને એ સઘળાએ જે દાનમાં હિંસા થતી હોય તેવાં સાવદ્ય દાન આપવાનું અને પ્રતિમાં પૂજનનું જીવહિંસાને કારણે માંડી વાળ્યું. શ્રી કમલસંયમ કહે છે કે “દયા દયા કરી ટાલઈ દાન” દાન આપવામાં પણ દયાને પ્રથમ જેવાને સિદ્ધાંત અને પ્રભુએ ભાખેલ છે એવું શ્રી લંકાશાહનું મંતવ્ય સાબિત થાય છે. કેટલાક લેકે પારેવાને ચણ નાંખવામાં પૂણ્ય સમજે છે ત્યારે લંકાશાહને જણાયું કે જુવાર બાજર, ચણ વગેરેની ચણ નંખાય છે અને એવાં અનાજમાં જીવ છે માટે એવી ચણ નાંખવામાં હિંસા થાય છે તેથી તેમાં દયાને સ્થાન નથી. કેટલાક ભાઈઓ પાણીની પરે બંધાવે છે અને તેથી પૂણ્ય થાય છે એમ કહે છે પણ કાચાં પાણીમાં અસંખ્યાત્તા જીની હિંસા થાય છે વગેરે વસ્તુને વિચાર કરીને દયા દયાને પિકાર ઉઠાવીને શ્રી લંકાશાહે આવાં સાવદ્યદાનને નિષેધ કર્યો. એજ રીતે દેવલ ચણાવવા માટે જમીન ખોદાવવી પડે, જમીનમાંથી પત્થર કઢાવવા પડે, ચુનાની ભઠ્ઠી કરાવવી વડે વગેરેમાં હિંસા થાય, તેમજ પ્રતિમાજીની