________________
ચાલી આવે છે. આ સંસ્થામાં કયાં સુધી શુધ્ધ સાધુએ. હતા એના પાકા પુરાવાને અભાવ છે જેમણે, પાછળથી (
ક્રિધ્ધાર કર્યા તેઓ પણ ખરેખર શુદ્ધ સાધુ હતા કે કેઈ તફાવતવાળા સાધુ હતા તે જણાવવાના પુરતાં સાધનને અભાવ છે એથી જ જૈન શ્વેતાંબર તેરાપંથના પ્રસ્થાપક શ્રુતકેવલિ સમા પૂજ્ય શ્રી ભીખમજી સ્વામીની પરંપરામાં એમનાથી પુરાણું સાધુઓની પરંપરાને ગણત્રીમાં લીધી નથી આમ છતાં શુધ્ધ સાધુના રૂપમાં, શિથિલાચારીના રૂપમાં, પરિગ્રહવારોના રૂપમાં પણ આ સાધુ પરંપરા શ્રવણ ભગવાન મહાવીર પ્રભુથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે આ સઘળાં સાધને ઉપરથી જૈન ધર્મને ઇતિહાસ સમજી શકાય છે. આથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મને ઇતિહાસ તપાસતાં સૌથી પ્રાચીન સાધુ સંસ્થાને ઈતિહાસ શરૂ થાય છે એ પછી ગ્રંથને અને પછીથી જનપ્રતિમાજીનો ઈતિહાસ મળી આવે છે.
આ ઇતિહાસમાં મેં મારી બુદ્ધિ, શક્તિ અને આવડત પ્રમાણે મળી આવેલાં સાધનો ઉપરથી બની શકયું ત્યાં સુધી નિષ્પક્ષપાતપણે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. છતાં આમાં કઈ સપ્રમાણ સુધારે સુચવશે તે હું એમને ઉપકાર માનીશ. તા. ૧૨-૫-૪૧, મુંબઈ. C/o ધરમચંદ કેસરીચંદ ઝવેરી.
સુમન હાઉસ, સફેઈસ-ચોપાટી. શ્રી જેન વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીયા
ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી