________________
દુર
ચૌદસ સં. ૧૯૦૮માં રાવલિયામાં થયો. પૂજ્યજી શ્રી જિતમલજી સ્વામી
આ સંપ્રદાયના ચેથા આચાર્ય શ્રી જીતમલજી સ્વામીને જન્મ સં. ૧૬૦ આ સુદિ ૧૪ ને રેજ મારવાડના રેહિત ગામમાં થયો હતો. એમના પિતાનું નામ આઈદાનજી ગોલેછા અને માતાનું નામ કલુજ હતું એમણે નવ વરસની ઉમરે ભાગવતી દિક્ષા અંગીકાર કરી હતી. એમની દિક્ષા માતા અને બે ભાઈઓની સાથે થઈ હતી. આ આચાર્ય મહાપંડિત અને પ્રતિભાશાળી કવિ હતા, અગ્યાર વર્ષની નાની ઉમરથી એમણે કવિતાઓ રચવી શરૂ કરી હતી. એમની કવિતાઓને કુલ સંગ્રહ ત્રણ લાખ ગાથાઓ કે કડીઓ જેટલે વિશાળ છે. એમનું સૂત્ર સિદ્ધાંતનું જ્ઞાન અથાગ હતું. એ કોઈ પણ આધ્યાત્મિક વિષય બાકી નથી રહી ગયે કે જેના ઉપર આ આચાર્ય મહારાજે કાંઈ પણ લખ્યું ન હોય. સ્વતંત્ર સાહિત્ય નવસર્જન કરવા ઉપરાંત એમણે જૈન સૂત્રોને પદ્યાનુવાદ કરે છે. અનુવાદમાં ભાષાની સરલતા, અર્થની સ્પષ્ટતા, મૂલ ભાવની રક્ષા અને હરેક બાબત રજુ કરવાની સરલતાથી આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. મહાવીર પ્રભુના નિર્વાણથી આજ સુધીમાં
ભગવતી સૂત્રનો કેઈ જૈન કવિએ પદ્યાનુવાદ કરેલે નથી. પણ આ આચાર્યો અને અસરકારક ભાષામાં મનેરમ શિલીથી પદ્યાનુવાદ ઢાલબંધ કરે છે. એ જ રીતે