________________
૫2
દૂર થઈ નહિ. ફકત સ્વામી ભીખણજીને ત્યાગ વૈરાગ્ય જોઈને જ વંદનાની કબૂલાત આપી હતી. એજ રાતમાં સ્વામી ભીખમજીને સર્ણ તાવ આવ્યો. આ તાવના પ્રકામાં સ્વામી ભીખમજીના અધ્યવષા પવિત્ર થયા. એમના મનમાં થયું કે મેં શ્રાવકોને જૂ હું સમજાવ્યું છે તે ઠીક કર્યું નથી. જે આ તાવ પ્રકોપમાંજ મારૂં મૃત્યુ થાય તે મારી દુર્ગતિજ થાય. એ જાતની આત્મગ્લાનિ અને પશ્ચાત્તાપથી એમના હૃદયને મેલ જોવાઈ ગયે. અને પ્રતિજ્ઞા કરી કે જે હું આ રોગમાંથી સાજો થઈશ તે પક્ષપાત રહિત સાચા જૈન ધર્મનું અનુસરણ કરીશ. ભગવાન અને ભાખેલા સાચા સિદ્ધાંતને અંગીકાર કરીને એને અનુસરીને આચરણ કરીશ. સ્વામી ભીખમજીમાં હઠ કે જીદ તે હતી જ નહિ. પિતાની ભૂલને કદિ છુપાવતા નહિ. એક સાચા મુમુક્ષુ તરીકે હમેશાં સત્યની શોધમાં જ રહેતા હતા. આ લેકના માન સન્માનની એમના દિલમાં લેશ પણ ઈચ્છા ન હતી, આત્માને કર્મમલથી રહિત કર, આત્માને નિર્મલ બનાવે, આત્મદર્શન કરવા કે આત્માને અનુભવ કરવો એજ એમનું સામાન્ય રટણ થઈ પડ્યું હતું.
સ્વામી ભીખમજીએ સાચા જૈન ધર્મનો પ્રકાશ કરવાનો નિર્ણય કરી લીધે. આ નિર્ણય કરીને એમના મનમાં કેઈ નો મત, પંથ, સંપ્રદાય, વાડ, સંઘાડે કે પક્ષ સ્થાપવાની ઈચ્છા હતી જ નહિ. કેવલ શુદ્ધ જીન શાસનને પ્રચાર કરે કે જેથી પિતાના આત્માને લાભ