________________
પાછળ પિતાની મહત્તા ટકાવવાની ખાતરી આવી વાત આગળ ધરવામાં આવે છે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાટે શ્રી સુધર્માસ્વામી, જંબુસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવસ્વામી, યશેભદ્રસ્વામી, સંભૂતિવિજયસ્વામી, સ્થલિભદ્રસ્વામી, સુહસ્તિસ્વામી, સુસ્થિતસ્વામી, ઇંદ્રદિનસ્વામી, દિન સ્વામી, સિંહગિરિ, વજીસ્વામી, વજસેનસ્વામી થયા. વજન સ્વામીના ગુરૂભાઈ સ્થવર આર્યરથસ્વામીને આર્યપુષ્યગિરિ કે આર્ય પુષ્ય શિષ્ય હતા, એમની પછી દેવર્ટુિગણિ ક્ષમા શ્રમણ સ્વામી થયા. હાલની તપગચ્છ વગેરે મૂર્તિપૂજક ગની પટાવલિ ચૌદમી પાટે થએલા શ્રી વજનચરિથી ચાલી આવે છે પણ દેવગિણિ ક્ષમા શ્રમણની પરંપરાથી ચાલી આવતી નથી. લોકાગચ્છની પટ્ટાવલિમાં દેવગિણિ ક્ષમાશ્રમણનું નામ વાંચવામાં આવે છે કે જે દેવગિણિ ક્ષમા શ્રમણે મહાવીર સ્વામીના નિર્વાણ પછી નવસે એંશી વરસે કાઠિઆવા–સૌરાષ્ટ્રના ઢાંક–વલ્લણપુરનગરમાં હાલમાં મળી આવતાં જૈન શ્વેતાંબર સૂત્રને વ્યવસ્થિત કરીને પુસ્તકારૂઢ કરાવ્યાં હતાં.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ-યતિએ ઢીલા, શિથિલાચારી અને ભેખધારી જેવા બની ગયા હતા. એથી ધર્મ સંશોધક ઓંકા મહેતાએ વિક્રમ સંવત ૧૫૦૮માં પીળા કપડાવાલા સાધુઓ સામે બડ જગાવ્યું, દશવૈકાલિક સૂત્રમાં સાધુના ધર્મો ફરમાવેલા છે તે પ્રમાણે ઉપદેશ શરૂ કર્યો. વીરનિર્વાણ પછી ૧૯૪૫ વરસે લંકા મહેતાને