________________
નેક, વિજયદેવેંદ્ર, વિજયધરણેન્દ્ર અને અગનતેરમી પાટે વિજયરાજ સ્વામી થયા. આ પટ્ટાવલિ લઘુ પિષાલની થઈ. બડી પિષાલની તપગચ્છની પટાવલિમાં. વિજયચંદ્ર સ્વામી થયા. મહામંત્રી વસ્તુપાલના આગ્રહથી શ્રી દેવેંદ્ર સ્વામીએ વિજયચંદ્ર સ્વામીને આચાર્ય પદ આપ્યું હતું. પછી ક્ષેમકીર્તિ, હેમકલશ, રત્નાકર, રત્નપ્રભ, મુનિશેખર, ધર્મદેવ, જ્ઞાનચંદ્ર, અભયચંદ્ર, જયતિલક, રત્નસિહ, ઉદય વલ્લભ, જ્ઞાનસાગર, ઉદયસાગર, લબ્ધિસાગર, ધનરત્ન, અમરરત્ન, દેવરત્ન, જયરત્ન, ભુવનકીર્તિ, રત્નકતિ ગુણસાગર થયા. શ્રી ગુણસાગર સ્વામીને સં. ૧૭૩૪માં આચાર્ય પદવી મળી અને તે મહાવીર સ્વામીથી ચેસઠમાં પુરૂષ હતા.
નાગોરી તપાગચ્છ કે પાર્ધચંદ્ર ગચ્છની પટ્ટાવલિ મહાવીર સ્વામીથી એકતાલીશમી પાટે શ્રી વાદિ દેવ સ્વામી થયા ત્યારથી શરૂ થાય છે. એમના સમયમાં નગરમાં વિ. સં. ૧૧૭૪માં ‘નાગોરી તપા” એવું નામ પડ્યું, વાદિદેવ સ્વામી પછી પદ્મપ્રભ, પ્રસન્નચંદ્ર, ગુણસમુદ્ર, જયશેખર, વજસેન, હેમતિલક, રત્નશેખર, હેમચંદ્ર, પૂર્ણચંદ્ર, હેમહંસ, લક્ષ્મી નિવાસ, પુષ્યરત્ન, સાધુરત્ન અને પાશ્ચચંદ્ર સ્વામી થયા. એમણે પાર્ધચંદ ગચ્છ કે પાયચંદ ગચ્છ મહાવીર સ્વામી પછી પંચાવનમી પાટે સં. ૧૫૬૫ પછી પ્રસ્થાપિત કર્યો. પછી સમરચંદ્ર, રાજચંદ્ર, વિમલચંદ્ર, જયચંદ્ર, પદ્મચંદ્ર, મુનિચંદ્ર, નેમિચંદ્ર, કનકચંદ્ર, શિવચંદ્ર, ભાનુચંદ્ર, વિવેકચંદ્ર, લબ્ધિચંદ્ર, હર્ષચંદ્ર, હેમચંદ્ર, બ્રાહુચંદ્રભાઈ ચંદજી સ્વામી, દેવચક, સાગરચંદ્ર, વગેરે થયા.