________________
અર્પણ પત્રિકા
શ્રીમદ્ રાજચંદ્રજીને
સમગ્ર જૈન સમાજમાં શ્રીમદ્ રાજચંદ્રજીનું નામ સુપ્રસિદ્ધ છે. એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો હતે. તેઓ એક જ્ઞાની પુરૂષ હતા. જેના શ્વેતાંબર તેરાપંથની ચોથી પાટે થએલા મહાપંડિત જૈનાચાર્યજી શ્રી જીતમલજીસ્વામી પાસેથી સાયલાવાળા શ્રી સૌભાગ્યભાઈના પિતાશ્રીને મળેલું મોક્ષમાર્ગનું બીજજ્ઞાન શ્રી સૌભાગ્યભાઈ મારફતે શ્રીમદ્ રાજચંદ્રજીને મળેલું ત્યારથી એમને ઉદય થયે. એવું શ્રીમદ્દના પરમ ભક્તરાજ શ્રી ધારસીભાઈ કુશલચંદ સંઘવજી મેરબી નિવાસીનું કહેવું હતું. એથી જૈન ધર્મને ઈતિહાસ” નામક આ લઘુપુસ્તક એ ઐતિહાસિક પ્રખરતત્વચિંતકને અર્પણ કરું છું.
ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી