________________
પ્રકરણ ૪]
સવિવરણ સત્તરિયા છે જ એમ મનવા હું પ્રેરાઉં છું. સત્તરિયાનો ઉલ્લેખ કે એમાંથી કઈ અવતરણ કે એની ગાથાના ભાવાર્થરૂપ લખાણ જિનભદ્રગણિથી પહેલાંના કોઈ ગ્રંથકારની કૃતિમાં છે?
સત્તરિયાની આદ્ય ગાથામાં દિવિાયના નિઃસ્યદરૂપ સંક્ષેપ કહીશ એમ ગ્રન્થકારે કહ્યું છે. એ હિસાબે એઓ “પૂર્વધર સંભવે છે અને એ દૃષ્ટિએ એમને સમય વીરસંવત ૧૦૦૦ કરતાં તો અર્વાચીન ન હોઈ શકે. વિશેષમાં જે ૭૧મી ગાથામાં બંધાદિ વિષે વિશેષ હકીકત જાણવા માટે દિઠિવાય જેવાની ભલામણ કરાઈ છે. આ ગાથા પ્રક્ષિપ્ત ન હોય તો એ પણ આ સમયનું સમર્થન કરે છે.
સત્તરિયા ઉપર નીચે મુજબ વિવરણે રચાયાં છે –
અંતરભાસ (અંતર્ભાષ્ય)-સત્તરિયાના અર્થના અનુસંધાનરૂપે જે ગાથાઓ રચાઈ છે તેને “અંતરભાસ” કહે છે. સત્તરિયાની પ્રત્યેક ગાથાના ભાસરૂપ આ નથી. સિત્તરિની મુદ્રિત ગુણિ જોતાં દસ ગાથાઓ તો આ તરભાસની છે જ એમ બેધડક કહી શકાય. પ્રસ્તુત યુણિણમાં બીજી જે ગાથાઓ જોવાય છે તે પણ અંતરભાસની ગાથા ખરી કે નહિ એ પ્રશ્ન વિચારવા જેવું છે. મલયગિરિરિએ સત્તરિયા (ગા. ૪૬)ની વિકૃતિ (પૃ. ૨૧૪)માં “વાસંપળદરથા''થી શરૂ થતી ગાથાને અંતર્ભાષ્યની ગાથા કહી નથી, જ્યારે યુણિમાં તો કહી છે. અંતરભાસના રચનાર સત્તરિયાના રચનાર હશે એવી સંભાવના કરાય છે.
ચુણિઓ –સત્તરિયા ઉપરની મલયગિરિરિએ રચેલી વિવૃતિના પ્રારંભમાં આ રચવા માટે એમણે કહ્યું છે કે “સૂર્ણયો નાવાશ્ચત્તે સામે વૃદ્ધિનમઃ” આને અર્થ એ છે કે મન્દબુદ્ધિવાળાઓને
૧. ૭૦મી ગાથામાં રત્નત્રયીને ઉલેખ છે.
૨. ૭૧મી ગાથા પ્રક્ષિપ્ત હોય તે ૭રમી પણ તેવી જ છે. અને એ રીતે વિચારતાં મૂળ ૭૦ ગાથા હેવી જોઈએ.
૩. જુઓ સત્તરિયાની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧૫).