________________
પ્રકરણ : અનામિક પાંચ રને ચાલુ
(૩) સત્તરિયા(સપ્તતિકા) નામકરણ–પ્રસ્તુત કૃતિનું નામ ગ્રંથકારે આપ્યું નથી. એનું પ્રચલિત નામ “સિત્તરિ હેય એમ જણાય છે પરંતુ એની વાસ્તવિક્તા વિચારવી ઘટે. સિદ્ધહેમચન્દ્રમાં “પ્તતૌ ” (૮-૧૨૧૦) દ્વારા “સપ્તતિ' ઉપરથી સત્તરિ' શબ્દ સિદ્ધ કરે છે પણ
૧ આ કૃતિ પાંચ નવ્ય કર્મ સહિત કર્મગ્રંથ મૂળ”ના નામથી બાલાભાઈ કકલભાઈએ વિ. સં૧૯૧૬માં છપાવી છે. આ સત્તરિયા અભયદેવના ભાસ અને એના ઉપરની મેરતુગની ટીકા સહિત “જૈ. ધ, પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૯માં અને આ મૂળ કૃતિ 'જૈ. આ સ.” તરફથી મલયગિરિસૂરિ. કૃત ટીકા, દેવેન્દ્રસૂરિકૃત સંયમ અને એની વૃત્તિ સહિત ઈ. સ. ૧૯૪૦માં પ્રસિદ્ધ કરાઈ છે. આમાં વિષયાનુક્રમ પછી નવ્ય પાંચ કર્મગ્રંથેના વિષયેની દિગંબરીય કૃતિઓમાંના વિષ સાથે જેમ તુલના કરાઈ છે. તેમ સત્તરિયા માટે ગેમ્પસાર (કમ્મકંડ)ની ગાથાઓ અપાઈ છે. આ લખાણ પં. મહેન્દ્રકુમાર જૈને તૈયાર કર્યું છે. અંતમાં ચાર પરિશિષ્ટ અપાયાં છે. અંતિમ પરિશિષ્ટમાં પારિભાષિક શબ્દની સૂચી છે, “મુક્તાબાઈ જ્ઞાનમંદિર” તરફથી ડભેઈથી વિ. સં. ૧૯૯૮માં ચુહિણ સહિત મૂળ પ્રસિદ્ધ થયેલ છે. “શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ” (આગરા) તરફથી ઈ. સ. ૧૯૪૮માં આ કૃતિ “સપ્તતિકા-પ્રકરણ (ષષ્ઠ કર્મગ્રંથ)ના નામથી છપાવાઈ છે. એમાં સત્તરિયાની એકેક ગાથા આપી એને અર્થ અને સાથે સાથે એને વિશેષાર્થ હિન્દીમાં અપાયેલ છે. આ સત્તરિય દેવેન્દ્રસૂરિકૃત સયગ અને આ બંનેના ગુજરાતી અર્થ સહિતની દ્વિતીય આવૃત્તિ “કમગ્રંથ સાથ” (ભા. ૨)ના નામથી “જૈન શ્રેયસ્કર મંડળ” તરફથી ઈ. સ. ૧૯૩૨માં છપાવાઈ છે.