________________
૧૭.
પ્રકરણ ૨] આગમનાં વિવરણું
ગણધરવાદની પ્રસ્તાવના–આના લેખક પં. દલસુખભાઈ માલવણિયા છે. એમણે પૃ. ૧૦૮–૧૧૩ અને ૧૧૮-૧૩૭માં નિમ્નલિખિત વિષયોને સ્થાન આપ્યું છે :
કર્મવિચારનું મૂળ, ૨કમનું સ્વરૂપ, કર્મના પ્રકાર, કર્મબંધનું પ્રબળ કારણ, કર્મફલનું ક્ષેત્ર, કર્મબંધ અને કર્મફલની પ્રક્રિયા, કર્મનું કાર્ય અથવા ફલ, કર્મની વિવિધ અવસ્થાઓ અને કર્મફલને સંવિભાગ.
[] આયાર (આચાર)ની નિજુત્તિ અને એની ટીકાઆયારની નિજજુત્તિ (ગા. ૧૮૧)માં કષાય વિષે નિરૂપણ છે. એમાં આદેસ-કસાયને ઉલ્લેખ છે.
આયર અને એની નિજજુત્તિની શીલાંકસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. તેમાં પ્રથમ સુફખંધને લગતી ટીકામાં કર્મ સંબંધી નિમ્નલિખિત બાબતો જોવાય છે -
પ્રથમ સત્તની નિજજુત્તિ (ગા. ૩૯)માં જે સેળ સંજ્ઞાઓનો ઉલ્લેખ છે તે કયા કયા કર્મથી ઉદ્દભવે છે એ એની ટીકા (પત્ર ૧૨આ–
૧૮)માં દર્શાવાયું છે. વિશેષમાં અરની નિજજત્તિ (ગા. ૧૭૭)ની ટીકા (પત્ર ૯૦૮)માં કર્મબંધનાં મિથ્યાત્વાદિ પાંચ કારણે, અ, ૨ની નિજજુત્તિ (ગા. ૧૭૯)ની ટીકા (પત્ર ૯૦ અ૯૦આ)માં મેહનીય કર્મને બે પ્રકારે અને એ બંનેના ઉપપ્રકાર, અ.ની નિજજુત્તિ (ગા. ૧૮૩-૧૮૪)માં કર્મને નામ
૧. આ નામથી વિશેસાને ગણહરવાય” તરીકે ઓળખાવા વિભાગ ૫. દલસુખભાઈ માલવણિયાનાં ગુજરાતી સંવાદાત્મક અનુવાદ, ટિપ્પણે અને તુલનાત્મક પ્રસ્તાવના સાથે ગુજરાત વિદ્યાસભા તરફથી અમદાવાદથી ઈ. સ. ૧૫રમાં પ્રસિદ્ધ કરાયો છે.
૨. આમાં દ્રવ્ય-કર્મ અને ભાવ-કર્મ વિષે નિરૂપણ છે. ૩. જુઓ સટીક આયાર (પત્ર ૯૧).