________________
૧૭૪
કર્મસિદ્ધાત સબધી સાહિત્ય
[ ખંડ ૨ :
૩૪. આ છૂટકારો ક્રમશઃ છે કે એકસાથે અર્થાત સંસારી જીવના - ઉત્કર્ષ માટે વિવિધ સોપાન છે કે કેમ ?
૩૫. કર્મને નાશ થાય છે કે સંસારી જીવ સાથેના એના
સંબંધને? ૩૬. જન્મ-મરણની ઘટમાળ કમને લીધે છે એટલે કર્મને સદાને
માટે રામ રામ કરી મુક્ત બનેલો–સશે સચ્ચિદાનંદમય બનેલ મુક્ત થયેલ છવ કઈ પણ કારણસર ફરીથી જન્મ
લઈ શકે ખરો અને લઈ શકે તો શાથી ? ૩૭. કર્મના અસ્તિત્વની સિદ્ધિ માટે જૈન સાહિત્યમાં કઈ કઈ
દલીલ રજૂ કરાઈ છે? એમાં કોઈ મહત્ત્વની દલીલ રહી
જતી હોય તે તે કઈ ? ૩૮. કર્મ જે કોઈ પદાર્થ છે એમ માનવાથી શું લાભ થાય
તેમ છે ? ૩૯. જે અજૈન દર્શન સંસારી જીવની મુક્તિ માને છે–જીવમાંથી
શિવ થવાય છે એમ કહે છે તે દર્શન પ્રમાણે આ જીવની દુર્દશા કરનાર કોણ છે ? અને એમાંથી મુક્ત કરનાર તરીકે
શેનો ઉલ્લેખ છે ? ૪૦. જૈનોના કર્મસિદ્ધાન્ત સાથે સર્વથા કે અંશતઃ સરખાવી શકાય
એવાં અજૈન મંતવ્ય છે ખરાં અને હોય તે તે કયાં અને કેટલા પ્રમાણમાં ? સંસારી ની સારી કે નરસી વિવિધ અવસ્થાઓ—એનાં જાતજાતનાં વિલક્ષણ વર્તનને ખુલાસે જૈન દર્શનગત કર્મ, સિદ્ધાન્તથી જ થઈ શકે તેમ છે કે અજૈનેના કઈ સિદ્ધાતમંતવ્યથી અને હોય તો તે કયો ?