________________
૧૬૦ કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: | નામો –- પ્રસ્તુત કૃતિનાં ત્રણ નામ છેઃ (૧) પંચસંગહ (પંચસગ્રહ) (૨) ગમ્મતસાર અને (૩) ગુણદ્રાણુગ (ગુણસ્થાનક). આ ત્રણ નામોમાં ગેમ્મસાર નામ વિશેષ પ્રચલિત છે.
ભાષા–પ્રસ્તુત કૃતિ જ. સ.માં રચાયેલી છે.
વિભાગે–આ કૃતિ બે કંડ (કા૩)માં વિભક્ત કરાયેલી છે. પ્રથમ કંડને જીવ-કંડ' (જીવ-કાર્ડ) અને દ્વિતીયને કમ્મકંડ' (કર્મ-કાર્ડ) કહે છે. એમાં અનુક્રમે ૭૩૩ અને ૯૭૨ પદ્યો છે. આમ એકંદર ૧૭૦૫ પદ્યો છે.
વિષય–આ કૃતિમાં બન્ધક, બઘવ્ય વગેરે પાંચ બાબતનું નિરૂપણ છે. “કમ' કંડમાં માર્ગણીઓને ઉદ્દેશીને કેવળ બંધવામિત્વનું નિરૂપણું ન કરતાં ઉદય-સ્વામિત્વ, ઉદીરણ-સ્વામિત્વ અને સત્તા-સ્વામિત્વનું પણ નિરૂપણ છે જયારે દેવેન્દ્રસુરિત બંધસમિત્તિમાં કેવળ બંધસ્વામિત્વનું નિરૂપણ છે.
ન્યૂનતા–કમેકંડમાંની ન્યૂનતા અને નેમિચન્દ્રકૃત કર્મપ્રકૃતિ સાથે એને સંબંધ “અનેકાંત” (વ. ૩, પૃ. ૫૩૭, ૬૩૫, ૭૫૭ અને ૭૬ર૭૬૩)માં વિચાયેલ છે.
પ્રણેતા-પ્રસ્તુત કર્તાનું નામ સૈધાનિક નેમિચન્દ્ર છે. કમેકંડમાં એમણે પિતાને ગુરુ તરીકે અભયનન્દિ, ઇન્દ્રનદિ, કનકબન્દિ અને વીરનન્દિનો ઉલ્લેખ કર્યો છે. - વિવરણે – (૧) ચામુંડરાયે દેશી વૃત્તિ રચી છે. એની કોઈ હાથથી મળે છે ખરી ?
૧ આ નામની ચર્ચા છે. એ. એન. ઉપાધ્યાયે કરી છે. જુએ “ભારતીય વિધા” (Vol. II, p. 48ff).
૨ જુઓ જિ. ૨૦ કે(વિ૧, ૫, ૧૦૫ અને ૧૧૦).