________________
પ્રકરણ ૧૩ ].
અવશિષ્ટ કૃતિઓ છે એમ દર્શાવાયું છે અને એથી વિપરીત માન્યતા માટે અવકાશ નથી એમ સિદ્ધ કરવા માટે ધવલા (ભા. ૪, પૃ. ૩૧૫)ગત અવતરણ અપાયું છે અને વીવસમાણાઇ ને બદલે નવમાસણ જોઈએ એમ સુચવાયું છે.
આધાર-દિ. પ્રાકૃત પંચસંગ્રહના “શતક' (સયગ) અને “સપ્તતિકા' (સત્તરિયા) એ બે પ્રકરણની રચના એ નામની વે૦. કૃતિ ઉપરથી થયાને ઉપયુંકત લેખમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે એટલું જ નહિ પણ જે મૂળ કૃતિઓના સંકલનરૂપ આ દિ. કૃતિ છે. તેનાં નામે કૃતજ્ઞતા દર્શાવવા માટે એ જ રખાયાં છે એમ ઉમેરાયું છે. ત્યાર બાદ બાકીનાં પ્રકરણ પૈકી પ્રકૃતિસમુત્કીર્તનની રચનાને આધાર છખંડાગમની આ નામની ચૂલિકા કે જે એના છઠ્ઠા ભાગમાં છપાઈ છે તે છે એમ કહી જીવસમાસ અને કમં પ્રકૃતિસ્તવ એ બે પ્રકરણ છખંડાગામના બન્ધસ્વામિત્વ' અને “બશ્વવિધાન” નામના બે ખંડને આધારે યોજાયાને સંભવ દર્શાવાય છે.
આ લેખના અંતમાં એ ઉલ્લેખ છે કે દિ. પ્રાકૃત પંચસંગ્રહના કર્તાનું નામ જાણવામાં નથી પરંતુ એમને સમય શકસંવત ૭૩૮માં પૂર્ણ કરાયેલી ધવલાની પહેલાને અને વિક્રમની પાંચમી સદીમાં થઈ ગયેલા મનાતા શિવશકિત સમગની રચના પછીનો છે એમ કહ્યું છે.
આ પ્રમાણેના આ લેખમાં પ્રસ્તુત છે. સત્તરિયાને આધારે દિ. પ્રાકૃત પંચસંગ્રહગત “સત્તરિ' નામનું પ્રકરણ રચાયાનું જે સ્પષ્ટ વિધાન છે–જે નિષ્કર્ષ કઢાયો છે. તેને અંગે પં. ફૂલચન્દ્ર ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૨૬)માં કહ્યું છે કે જ્યાં સુધી આ નિષ્કર્ષની પુષ્ટિ માટે કેઈ નિશ્ચિત પ્રમાણ નહિ મળે ત્યાં સુધી આ નિષ્કર્ષ કાઢ કઠણ છે, અત્યારે તો કેવળ
૧. આ નામની જે. જે. કૃતિ છે તે તે આના આધારરૂપ નહિ હેય?