________________
૧૩૬ કમસિદ્ધાન્ત સબંધ સાહિત્ય (ખંડ ૨:
- પ્રણેતા – ધવલા (ભા. ૧, પૃ. ૬૭) પ્રમાણે સર્વ અંગે અને પુને એક દેશ પરંપરાથી ધરસેન આચાર્યને પ્રાપ્ત થયે હતે. અષ્ટાંગ મહાનિમિત્તના પારગામી આ આચાર્ય “સોરઠ દેશમાં "ગિરનાર (ગિરિનગર)ની ચન્દ્ર ગુફામાં એક વેળા રહ્યા હતા ત્યારે ગ્રંથનો રખે ને વિચ્છેદ થશે એવા ભયથી એમણે મહિમા નગરીમાં એકત્રિત થયેલા દક્ષિણાપંથના આચાર્યો ઉપર લેખ (પત્ર) મોકલ્યો. એ આચાર્યો બે મુનિઓને મોકલ્યા. ધરસેને એમને ભણાવ્યા અને એમના “પુછપદન્ત” અને “ભૂતબલિ’ એવાં નામ પાડ્યાં. આ બે મુનિઓએ છખંડાગમ રચ્યો છે. તેમાં પ્રરૂપણાના વીસે અધિકાર પૂરતો ભાગ પુષ્પદો રચ્યો છે. જ્યારે બાકીના તમામ ભાગ-દ્રવ્યપ્રમાણુસુગમ યાને સંખ્યા-પ્રરૂપણથી માંડીને અવશિષ્ટ રચના ભૂતબલિની છે. આમ ૭૭ સૂત્રોમાં ગુંથાયેલ સંતપરવણ (સપ્રરૂપણ) પૂરત જ ભાગ પુષ્પદન્ત રચ્યો છે. બાકીનો સમગ્ર ગ્રંથ ભૂતબલિની કૃતિ છે.
જૈન દર્શનમાં સાત કે નવ ત જે ગણાવાય છે તે પૈકી “બંધ' તત્વને લગતો “મહાબંધ ખંડ ખૂબ મોટો હોવા છતાં અને એ એક જ આચાર્યની–ભૂતબલિની કૃતિ હવા છતાં એમાં એના પ્રણેતાનું નામ નથી. કદાચ એ એમની નિર્મોહકતાનું સૂચક હશે.
- પુષ્પદન્ત ભૂતબલિથી મોટા હોવાનું મનાય છે. - આધાર–દિવિાયના પુબ્રગય વિભાગના ચૌદ પેટાવિભાગ પૈકી બીજા પુવ્યનું નામ “અગ્રાયણીય છે. એમાં ચૌદ અધિકાર છે. વેતાંબરે એને “વલ્થ” કહે છે. ગ્રંથા અધિકારનું નામ ચયલદ્ધિ છે. એમાં વીસ પાહુડ છે. તેમાં ચોથાનું નામ “કમ્મપડિ’ છે એને “વેયણાકસિણું (વેદનાસ્ન) પણ કહે છે. એનાં કૃતિ,
૧. જુએ છખડાગમ (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૧૬).