________________
૧૨૬ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: પ્રસ્તાવકારે સર્વાર્થસિદ્ધિને આને લગત ઉલ્લેખ વિચારી એ મત દર્શાવ્યો છે કે યતિવૃષભ આ સર્વાર્થસિદ્ધિના કર્તા પૂજ્યપાદન પુરોગામી છે. આ પૂજ્યપાદના શિષ્ય વજનન્દિએ વિ. સં. પર૬માં "દ્રવિડ” સંઘની સ્થાપના કર્યાનું પ્રસ્તાવના (પૃ. ૫૯)માં કહ્યું છે. એના આધારે યતિવૃષભને સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દીનું પ્રથમ ચરણ હેવાનું પ્રસ્તાવનાકાર માને છે.
'પ્રશ્ન – યતિવૃષભ એ આર્ય મંસુ અને નાગહસ્તિના શિષ્ય થાય છે એમ જે જયધવલાકારે કહ્યું છે એ સાચું જ હોય તે પ્રશ્ન એ થાય છે કે નાગહસ્તિઓ રચેલી મનાતી ૫૩ ગાથા ઉપર યતિવૃષભે કેમ સત્ર રચ્યાં નથી? શું સૂત્ર ૫૩ ગાથા રચાઈ તે પહેલાં રચાયાં હશે?
(૨) ઉચ્ચારણાવૃત્તિ – આ ૧૨૦૦૦ કલેક જેવડી અજ્ઞાતકક વૃત્તિ છે એમ જિ. ૨. કો. (વિ. 1, પૃ. ૮૨)માં ઉલ્લેખ છે.
(૩) પદ્ધતિ – છખંડાગમતા પહેલા ત્રણ ખંડ ઉપર પરિક રચનારા પદ્મનન્દિ પછી કાલાંતરે થયેલા શામકુંડ નામના આચાર્યો કસાયપાહડ ઉપર તેમ જ છખંડાગામના છટ્ઠા ખંડને છોડીને એની પહેલાના પાંચ ખંડે ઉપર જે ટીકા રચી છે તે “પદ્ધતિ” તરીકે ઓળખાવાય છે. ધવલાના પ્રસ્તાવનાકારનું મંતવ્ય એવું છે કે આ કુદકુન્દ આયાર્યકૃત પરિકમ્મરૂપ વૃત્તિસૂત્ર ઉપરની ટીકા હશે.
આ ટીકા પણ પરિકમની જેમ બાર હજાર લોક જેવડી છે. એ પાઈય, સંસ્કૃત અને કન્નડ (કાનડી) એમ ત્રણ ભાષામાં રચાયેલી છે. ધવલા કે જયધવલામાં આને કઈ ઉલેખ હોય તો તે જોવા જાણવામાં નથી. આ પદ્ધતિ આજે ઉપલબ્ધ નથી.
શામકુંડ વિક્રમની ત્રીજી સદીમાં થયા છે એમ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૭)માં નિર્દેશ છે