________________
૧૨૪
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨:
વિવરણાત્મક સાહિત્ય ઇન્દ્રન્ટિએ શ્રાવતારમાં કસાયપાહુડ તેમ જ છખંડાગમ ઉપરની વિવિધ ટીકાઓનો ઉલ્લેખ કર્યો છે. એ ઉપરથી છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવનામાં આ ટીકાઓને પરિચય અપાયો છે. એને આધારે અહીં થોડુંક કહું છું –
(૧) ચૂણિસત્રજયધવલાકારના મતે ૧૮૦ ગાથામાં રચાયેલા કસાયપાહુડ નામના ગ્રંથ આર્યમંસુ અને આય નાગહસ્તિને પ્રાપ્ત થયો અને એમની પાસેથી એને અર્થ સાંભળી યતિવૃષભે આ ચૂર્ણિચત્ર રચ્યું. એની ચૂત્રસંખ્યા ૭૦૦૯ છે કે આ પૈકી ૩૨૪૧ સૂત્રે તે કસાયપાહુડના પાંચ અધિકારોના સ્પષ્ટીકરણરૂપ છે.
આ ચૂર્ણિસૂત્રમાં પ્રારંભમાં મંગલાચરણ કે ઉથાનિકા નથી.
પ્રારંભની ૧૨ સંબંધગાથાઓ, અદ્ધા-પરિમાણ-સૂચક ૬ ગાથા તેમ જ સંક્રમ” અર્થાધિકારની ૩૧ ગાથા ઉપર ચૂર્ણ નથી ૫ ૪ જુઓ ક. ૫. શુ.ની પ્રસ્તાવના (પૃ ૧૦-૧૧) આમ ૪૯ ગાથા તેમ જ અન્ય ચાર ગાથા એટલે કે પ૩ ગાથા ચૂર્ણિ વિનાની છે. ૧૮૦ ગાથાઓ ઉપર ચૂર્ણિસૂત્ર છે. ત્યાર બાદ આ ચૂર્ણિસૂત્રના એક અંશરૂપે પરિછમખંધ (પશ્ચિયસ્કન્ધ) છે. એમાં પર સૂવે છે.
૧ આ ગ્રંથ “માણિજ્યચન્દ્ર દિગભર ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૧૩ તરીકે ઈ. સ. ૧૯૭૫માં પ્રસિદ્ધ કરાય છે.
૨-૩. જયધવલકારના મતે આ બને સમકાલીને છે જ્યારે છે. માન્યતા મુજબ તેમ નથી. બંને વચ્ચે લગભગ ૧૫૦ વર્ષનું અંતર છે. વિશેષમાં નદીની શૂરાવલી ગા. ર૮)માં મંખુ()ને બદલે “મંગુ” નામ છે. જયધવલા સિવાય કઈ પ્રાચીન દિ. ગ્રંથમાં આર્ય મંભુ અને નાગહસ્તિને ઉલ્લેખ હજુ સુધી તે મ જણાતું નથી.
૪. જુઓ ક. પા. સુ.ની પ્રસ્તાવના (પૃ. ૧).
૫-૬. જુઓ ક. પા. સુ.ની પ્રસ્તાવના (૫ ૨૩). અહીં ૨-૧૪, ૧૫-૨૦, ૨૮-૫૮ અને ૯૬-૯૦ને ઉલેખ છે.
૭. આ હિન્દી અનુવાદ સહિત ક.પા.સુ.માં પૃ. ૯૦૦-૯૦૬માં અપાય છે.