________________
પ્રકરણ ૧૧]
કસાયપાહુડ તથા સતકર્મપાહુડ
ગાથાની સંખ્યા-પ્રારંભમાં મંગલાચરણ વિનાના અને અંતમાં ઉપસંહાર વિનાના આ ગ્રંથમાં કર્તાએ જાતે બીજા પદ્યમાં આમાં ૧૮૦ ગાથા (પવો) હેવાનું કહ્યું છે. આજે ૨૩૩ ગાથા જોવાય છે. જયધવલા (ભા. ૧, પૃ. ૧૮૩)માં સૂચવાયું છે કે કેટલાક વ્યાખ્યાનચાર્યોના મતે ૫૩ ગાથા નાગહસ્તિની રચના છે.
૨૩૩ ગાથાઓ પછી ખવાહિયારલિયા (ક્ષપણાધિકારચૂલિકા)ની બાર ગાથાઓ છે. આ પૈકી આદ્ય અને અંતિમ એ બે ગાથાઓને બાદ કરતાં બાકીની દસ ગાથા તો ૨૩૩ ગાથાઓમાંની છે.
વગીકરણ–કસાયપાહુડની ગાથાઓના નીચે મુજબ ત્રણ વર્ગ પાડી શકાય :–
(૧) કેટલીક ગાથાઓ કેવળ પ્રશ્નરૂપ છે. એ માં વર્ણય વિષય પ્રશ્નો તરીકે અપાયા છે. દા. ત. ગા. ૨૧ અને ૨૩
) કેટલીક ગાથા પ્રતિપાદ્ય વિષયને સંક્ષિપ્ત સૂચનરૂપ છે. જેમકે ગા. ૪ અને ૫.
(૩) કેટલીક ગાથાઓ પ્રશ્નના ઉત્તરરૂ૫ ભાષ્યાત્મક છે. દા.ત, ગા. ૧૨૫-૧૨૯.
સંક્રમણ ઈત્યાદિ અગે જે ૨૧ સૂત્રગાથા છે તેને લગતી ભાષ્યગાથા ૮૬ છે.*
વિષય-કષાયોની વિવિધ અવસ્થાએ અને એનાથી છુટવાનાં ઉપાયો તેમ જ એનો અમલ થતાં આત્મામાં પ્રકટ થતા ગુણો એ
૧ આને “ગાથાસૂત્ર” તેમજ “સૂત્રગાથા પણ કહે છે. ૨ આ ક.પા. સુ.માં. હિન્દી અનુવાદ સહિત રૂ. ૯૯૭૯૮૯માં અપાઈ છે.
૩ પ્રથમ પરિશિષ્ટમાં ૨૩૩ ગાથએ અપાઈ છે. તમામના અંક જમણી બાજુએ અને ૧૮૦ ગાથાના અંક ડાબી બાજુએ અપાયા છે. ગાથાઓને અંગે તેને લગતા અધિકારને નિર્દેશ કરાયો છે.
૪ પ્રથમ પરિશિષ્ટમાં પંદરમા અધિકારની ગાથાઓ મૂલગાડા અને ભાસગાહા એમ બે શીર્ષકપૂર્વક રજૂ કરાઈ છે.