________________
પ્રકરણ ] કમસિદ્ધાન્તના અશ અંગેની કૃતિએ હક
(૧૭) ભૂગારાઈવિયાર (ભૂયસ્કારદિવિચાર )–જે. ગ્રં. (પૃ. ૧૭૭)માં આની નેધ છે. “વારઃ જર્મપ્રચારના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૧૯) પ્રમાણે આમાં ૬૦ ગાથા છે. એ વિકમની સત્તરમી સદીમાં વિદ્યમાન લક્ષ્મીવિજયે રચી છે. બંધસ્થાનના (1) ભૂયસ્કાર, (૨) અ૯પતર, (૩) અવસ્થિત અને (૪) અવક્તવ્ય એમ જે ચાર પ્રકારનું અને એના ઉપપ્રકારનું નિરૂપણુ દેવેન્દ્રસૂરિએ સંયમ ( ગા. ૨૨-૨૫)માં કર્યું છે તે આ કૃતિમાં રજૂ કરાયું હશે એમ એનું નામ વિચારતાં ભાસે છે.
(૧૮) અષ્ટકમવિપાક કિંવા કર્મવિપાક-શું આ શુભશીલગણિએ આઠ કર્મનાં ફળને સૂચવનારી રચેલી કથા છે જે એમ જ હોય તો આ કૃતિ અત્રે પ્રસ્તુત ન જ ગણાય.
(૧૬) મણથિરીકરણ (મન:સ્થિરીકરણ)–આ પ્રકરણ મહેન્દ્રસૂરિએ જ મ.માં ૧૬૭ ગાથામાં વિ. સં. ૧૨૮૪માં રચ્યું છે. એને પ્રારંભ “મિકા રદ્ધકાળથી કરાયો છે.
પણ વૃત્તિ–આ સંસ્કૃત વૃત્તિ (વિવરણ) પણ વિ. સં. ૧૨૮૪ની રચના છે. એનું પરિમાણું ૨૩૦૦ શ્લોક જેવડું છે.
(૨૦) સંયમશ્રેણિવિચાર- આ “કૂર્ચાલી-શારદ' વાચક યશવિજયગણિએ ગુજરાતીમાં રચેલી “સંયમશ્રેણિવિચાર' નામની સજઝાય છે. આમાં કંડકોને અંગેનો વિષય ત્રણ હાલમાં નિરૂપાયો છે. આને પરિચય મેં યશેદેહન (ખંડ ૨, ઉપખંડ ૩, પ્રકરણ ૩)માં આપે છે.
સ્વપજ્ઞા આ ન્યાયાચાર્યે ર છે. એ અપ્રકાશિત હોય એમ લાગે છે.
(૨૧) સંયમણિવિચારસ્તવન-ઉપયુક્ત સજઝાયના વિરતારરૂપે પં. ઉત્તમવિજયે આ સ્તાન ત્રણ ઢાલમાં રચ્યું છે.
૧-૨ આ બંને કૃતિઓ “ સ્તવન, સ્વાધ્યાય આદિ ધૃતરત્નસંગ્રહ” મા જૈન ગ્રંથ પ્રકાશક સમા” (અમદાવાદ) તરફથી વિ. સ. ૧૯૯૬માં મંત્રાદિ સહિત છપાવાઈ છે.