________________
પ્રકરણ ૮ : આઠ પ્રકીક કૃતિઓ (1) અકસ્માઈવિયારસારલવ (કર્માદિવિચારસારવ) કિવા સુહમત્યવિવારલવ (સૂમાર્થવિચારવ) યાને સઢસયગ (સાર્ધ શતક)
આ પ્રાચીન છાસીઈના કર્તા જિનવલલાગણિએ જ. મ. માં ૧૫ર પદ્યમાં રચેલી કૃતિ છે. પદ્યની સંખ્યા ઉપરથી આ કૃતિની વૃત્તિમાં ધનેશ્વરસૂરિએ આનું “સાર્ધ શતક' નામ દર્શાવ્યું છે. એમાં કર્મચિહ્નાનને લગતી વિવિધ બાબતો ઉપરાંત અન્ય વિષય વિષે પણ માહિતી અપાઈ છે : “કમ' શબ્દની વ્યુત્પત્તિ, કર્મબંધના ભેદે, આઠ મૂળ પ્રકૃતિનાં અને એ પ્રત્યેકની *ઉત્તર પ્રકૃતિઓનાં નામ, પ્રવબંધિની, ધ્રુદયા, ધ્રુવસત્તાકા, સર્વ દેશઘાતિની, શુભ, અપરાવર્તમાના એ છે અને એની સપ્રતિપક્ષિણ છનાં નામે, ગતિએ આત્રીને બંધ, બંધકાળ ઈત્યાદિ છ ભાવ, ગુણસ્થાન, સ્થિતિ-બંધ, રસ–બંધ અને પ્રદેશ-બંધનું વિસ્તૃત નિરૂપણ, વગણઓ, ૧૧ ગુણશ્રેણિઓ, પુદગલપરાવર્ત તથા પલ્યના તેમ જ સંખ્યાના પ્રકારો.
૧. આ ધનેશ્વરસૂરિકૃત વૃત્તિ તેમ જ સંસ્કૃતમાં પ્રસ્તાવના અને વિષયાનુક્રમ તથા અંતમાં સંપૂર્ણ મૂળ સહિત જે. ધ, પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૫માં છપાવાય છે. એનું નામ "સૂફમાથવિચારસારે દ્ધાર: (સાર્ધશતકમ) રખાયું છે.
૨. ૨૯મી ગાથા પ્રક્ષિપ્ત છે.
૩. આનાં નામ દર્શનાવરણ, જ્ઞાનાવરણ, અંતરાય, મોહનીય, આયુષ્ય, ગોત્ર, વેદનીય અને નામ એમ સામાન્ય ક્રમ કરતાં ભિન્ન રીતે અપાયાં છે. એની સકારણુતા વૃત્તિમાં વિચારાઈ છે.
૪. “નામ”ની ઉત્તર પ્રવૃતિઓ ભિન્ન ભિન્ન પ્રકારે ગણાવાઈ છે. જેમકે ૪૨ (૧૪ પિંડકૂતિક૨૮ પ્રત્યેક પ્રકૃતિ), ૬, ૯૩ અને ૧૦૩.