________________
પ્રકરણ ૭] પાંચ નવ્ય કર્મ બળે - હિન્દી અનુવાદ–'પાંચ નવ્ય કર્મ ગ્રંથો પૈકી પહેલા ચારના હિન્દી અનુવાદ પં. સુખલાલે અને પાંચમાને પં. કૈલાશચન્દ્ર કરેલા છે.
હિન્દી પ્રસ્તાવનાઓ–પહેલા ચાર કર્મગ્રંથો ઉપર પં. સુખલાલ સંઘવીની અને પાંચમા ઉપર પં. કૈલાશચન્દ્રની પ્રસ્તાવના છે. આ પાંચેના વિષયે હું અનુક્રમે નોધું છું –
(1) પ્રથમ કર્મગ્રન્થની પ્રસ્તાવનાના વિષય (૧) કર્મવાદનું મંતવ્ય, (ર) કર્મવાદ ઉપર થનારા મુખ્ય ત્રણ આક્ષેપ અને એનાં સમાધાન, (૩) વ્યવહાર અને પરમાર્થમાં કર્મવાદની ઉપયોગિતા, (૪) કર્મવાદના સમુથાન કાળ અને એનું સાધ્ય, (૫) કર્મશાસ્ત્રને સંપ્રદાયભેદ, સંકલન અને ભાષા એ ત્રણની દૃષ્ટિએ પરિચવ, (૬) કમ શાસ્ત્રમાં શરીર, ભાષા, ઈન્દ્રિયાદિ ઉપર વિચાર, (૭) કર્મ શાસ્ત્રનું અધ્યાત્મકશાસ્ત્ર, (૮) વિષય પ્રવેશ--(અ) “કમ' શબ્દનો અર્થ, (આ) એના કેટલાક પર્યા, (ઈ) કર્મનું સ્વરૂપ, (ઈ) પુણ્ય પાપની કસોટી, (ઉ) સાચી નિર્લોભતા, (3) કમનું અનાદિવ, (૪) કર્મબંધનાં કારણે અને
૧. આના અનુવાદે મૂળ સહિત “આ. જે પુ. પ્ર. મંડળ” તરફથી આગ્રાથી અનુક્રમે ઇ. સ. ૧૯૪૯ (ત્રીજી આવૃત્તિ), ૧૯૪૬ (બીજી આવૃત્તિ), ૧૯૨૭ (દ્વિતીય સંસ્કરણ), ૧૯૨૨ અને ૧૯૪રમાં પ્રકાશિત કરાયા છે. આ પ્રકાશનનાં નામ અનુક્રમે કર્મવિપાક અથોત્ કર્મગ્રંથ (પ્રથમ ભાગ), દૂસરા કર્મગ્ર થ, તીસરા કર્મગ થ, ષડશીતિ અપનામક ચોથા કર્મગ્રંથ અને શતકનામક પંચમકર્મગ્રંથ રખાયાં છે. આમાં અનુક્રમે ૧, ૧, ૩, ૪ અને ૬ પરિશિષ્ટ છે. વિશેષમાં ચતુર્થ કર્મગ્રંથના જીવસ્થાન, માર્ગણાસ્થાન અને ગુણસ્થાન નામના ગાણુ અધિકાર પૈકી પ્રત્યેકના અંતમાં અનુક્રમે ૬, ૧૦ અને ૩ પરિશિષ્ટો છે.
૨ એમની પ્રસ્તાવનાઓ રન શ્રી નિત્તન નામના એમના લેખાદિ સંગ્રહમાં (ખંડ ૨)માં છપાવાઈ છે. બંને ખંડ “પં. સુખલાલજી સન્માન સમિતિ તરફથી અમદાવાદથી એકસાથે ઈ. સ. ૧૯૫૭માં પ્રકાશિત કરાયા છે.