________________
ગણમાં તેમણે તેનું સુંદર રીતે અધ્યયન કરાવ્યું છે. અને તેથી તેમના કાળધર્મ નિમિત્તે વિદુષી કુમારિકા સુશીલા બહેને આ ગ્રંથનું મહારાજશ્રીને મુખપાઠ અધ્યયન પ્રદાન કરવાનું મંગલકાર્ય સ્વીકાર્યું છે તેથી તેમણે મને કહ્યું કે આ ગ્રંથની મુખપાઠ થઈ શકે તેવી કોઈ પુસ્તિકા હોય તો બહુ સારું, કારણ કે ટીકાવાલી પ્રત મુખપાઠ કરવામાં બરાબર ફાવે તેમ નથી ત્યારે મહેસાણા શ્રીમદ્યશોવિજયજી જૈન પાઠશાલામાંથી પંડિત શ્રી પુખરાજજીએ બહાર પાડેલ પુસ્તિકા મારી પાસે હતી તે મેં તેમને આપી અને તે તેમને બહુજ ગમી જવાથી તેઓશ્રીએ પૂ. પંન્યાસ મહારાજ શ્રી વિક્રમવિયજીને બતાવી અને તેની ઉપયોગિતાને વિમર્શ કરીને ૫૦૦ કોપી પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રીની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ રૂપે છપાવી પ્રસિદ્ધ કરવા નકકી કર્યું. '
અને આ ઉપયોગી અને આવશ્યક એવું મંગલ સર્જન થયું તેની પ્રસ્તાવના લખવાનું શુભકાર્યો મારા શીરે પ. પૂ. પંન્યાસજી મહારાજ સાહેબે મૂક્યું અને પ. પૂ. આચાર્યદેવશ્રીની અને વડીલોની કપાથી એ કાર્ય કરવા હું કંઈક અંશે પણ સફળ થયો હોઉ તે તે સર્વે તેમનો આભાર છે અને દોષ હોય તેનો અધિકારી હું છું આ સર્વયશ પ. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબને ઘટે હું તેમાં નિમિત્ત માત્ર છું માટે આ પુસ્તકના સંપાદનમાં જે કંઈપણ ક્ષતિ દષ્ટિદોષ અગર પ્રેસદોષથી રહી ગયેલ હોય તે તજ્ઞા ક્ષેતવ્ય સ્થાને ગણશે.
सुज्ञेषु किं बहुना
અધ્યાપક શ્રી જૈન પ્રવચન પૂજક સભાપુનમચંદ કેવળચંદ શાહ શ્રી શાન્તિનાથજી જૈન દેરાસર પાયધુની, મુંબઈ નં. ૩