________________
બનેલ છે. આજે જૈન શાસનની કર્મ ફિલોસોફીની આપણને ઝાંખી કરાવનાર આ એકજ આપણને ટુંકમાં પણ સર્વને કહેનાર કૃતિ છે.
ખરેખર જૈન દર્શનનો સ્યાદ્વાદ અને કર્મવાદ એટલે પછી ગમે તે દર્શન અને ગમે તેવા વિદ્વાનને તે ગોથાં ખવડાવે અરે એટલું જ નહિ પણ ભલભલા પંડિતોને માથું મૂકી નમતા કરે. આ વાત કોનાથી અજ્ઞાત (કે અજાણી છે? કર્મ જેવો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષય જેવી રીતે અને જેવો જૈન દર્શનમાં બતાવામાં આવેલ છે તેવો અને તેવી રીતે તે આપણને બીજે ક્યાંય જોવા પણ મલશે નહિ આ અતિશયોક્તિ નથી પણ અલ્પોક્તિ કહે તો પણ ખોટું નથી.
આજે આ ગ્રંથની મહત્તા હોવા છતાં લોકો જાણે તેનાથી તદ્દન અજાણ ન હોય તેમ લાગે છે. પરંતુ આવા એક ભવ્ય મૌલિક ગ્રંથથી સાવ લોકો અપરિચિત ન બને, અને ઉત્તરોત્તર આ મહાન-ગ્રંથનું આપણુ ચતુર્વિધસંઘમાં અને તેમાં પણ આપણા જંગમ તીર્થરૂપ પ. પૂ. સાધુ અને સાધ્વીજી મ. સાહેબોમાં આજે આ મહાન-ગ્રંથનું સુંદર રીતે અધ્યયન થતું જોઈ આપણને હર્ષ થાય એ દેખીતી વસ્તુ છે.
આ ગ્રંથનો છેલ્લા ૧ યા બે દાયકા પહેલાં અભ્યાસ કરનાર અલ્પ જનો હતા અને આજે એ તરફ વિશેષજનો આકર્ષિત થઈ સારી સંખ્યામાં જોડાયેલ છે. અને આ વસ્તુ આજના આ કહેવાતા વૈજ્ઞાનિકયુગમાં યાત ભૌતિકયુગમાં એક શુભ ચિન્હરૂપ છે.
વિશેષ આ ગ્રંથની ઉપર આજે-પ. પૂ મલયગિરિજી મ. સાહેબ કૃત એક સરલટીકા છે તથા મહામહોપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી કૃત એક ન્યાયપૂર્ણ ભાષામાં નાકા સમેત ટીકા અધ્યયન અને અધ્યાપન કરાવનારના જ્ઞાનમાં જ્ઞાનવૃદ્ધિ કરે તેવી છે અને એક પાઈય ભાષામાં રચેલી અવ. ચૂર્ણ પણ તેના ઉપર આજે વિદ્યમાન છે. જે મને ટીકાના આધાર ભૂત છે. અને તેથી આ ગ્રંથ અધ્યયન કરવાને માટે વધુ ઉપયોગી છે તેથી પ. પૂ. સાધ્વીજી. મ. સાહેબ સર્વોદયાશ્રીજી તથા વાચંયમાશ્રીએ મને જણાવ્યું કે આ ગ્રંથ ઉપર ૫. પૂ આચાર્યદેવ શ્રી પરમગુરુદેવેશ લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબનો અનહદ પ્રેમ હતો અને તેમના શિષ્ય