________________
૫૪૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય સહાય વડે રત્નકેતપુર પહોંચાડ! ”
“રાજન ! તમારે પરિવાર સાથે ઝટ આવવું, એટલે હું તમને રત્નકેતપુર નગરે પહોંચાડી દઈશ, એમાં તમારે જરાય શંકા રાખવી નહિ.”
મેનાની વાણું સાંભળી રાજા આનંદ પામે ને બેલે, મેના! આ ખાટલી તારી પાસે શી રીતે આવી?
રાજાના પ્રશ્નના જવાબમાં મેનાએ પિતાની કથા કહી સંભળાવી, “ધારાપુર નગરમાં ધન નામે શ્રેષ્ઠીને ધન્યા નામે પ્રિયા હતી. અને જૈન ધર્મકર્મમાં પરાયણ થયેલાં શત્રુજ્ય આદિ તીર્થની યાત્રા કરી પોતાને માનવભવ સફળ કરતાં હતાં. એવી રીતે શ્રાવકને ધર્મ પાળી અને થરની પ્રતિદિવસ પૂજા કરતાં હું મરણ પામીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી આવી અહીં મેના કદાયણ થઈ.
“પૂર્વભવને મારે પતી ધર્મપરાયણ જીવન ગુજારી મરણ પામી, બીજે દેવલોકે ગયે. અવધિજ્ઞાનથી મને અહીં જાણુ મોહથી મને આ ખાટલી આપીને ચાલ્યો ગ. ત્યારથી ખાટલી મારી પાસે છે. તેનાથી મારાથી બને તેટલે ઉપકાર કરી મારો જન્મ સફળ કરું છું.”
મેનાની વાત સાંભળી રાજા ખુશી થયે અને સારી રીતે વસ્ત્રાભૂષણ વિગેરે ભેટ આપી પિતાના મંત્રી સાથે પિતાને નગર ચાલ્યો ગયે.
સ્વર્ણપુર નગરમાં આવી, રાજાએ યાત્રાના બહાને જવાની તૈયારી કરી. પિતાનું લશ્કર તથા પ્રધાન, મંત્રી વિગેરે સાથે રાજા સારા શુકને નીકળી પાછા રત્નપુર આવ્ય; અને ખાનગીમાં મેના કયણને મળી, રત્નકેતુપુર પહચાડવાની તેને સૂચના કરી.