________________
પ૩૮
વિક્રમચરિત્ર યાને કૌટિવિજ્ય. માટે યત્નથી તારે આનું રક્ષણ કરવું, ' રૂપવતીએ આ બીજની વાત એક દિવસે પિતાના પ્રિય શ્રી દત્તને કહી. તેઓ બને કઈ કઈ વાર પ્રસંગ આવ્યું એકબીજાને મળતાં હતાં ને જરી મજા કરી લેતાં હતાં, રૂપવતી શ્રીદત્તને વારંવાર કહ્યા કરતી હતી કે, “મને તું તારે ઘેર લઈ જા !” - રૂપવતીનાં વચન સાંભળી શ્રીદત્ત અને સમજાવતે હતો કે, જરા ધીરજ ધર ! એમ જ જે તને ઉપાડી જાઉ તે રાજા મારું ઘરબાર લુંટી લે, ને મને ને તને બન્નેને અંધારી કેટડીમાં પૂરી દે. માટે કાંઇક યુક્તિ કરી ભીમવણિકને છેતરીને લઈ જાઉં !”
આ ચીભડાનાં બીજને, અનુકુળ પ્રસંગ જઈ શ્રીદ રૂપવતી પાસેથી લઈ બીજા ખેટાં બી આપી સાચવી રાખવા કહ્યું ને રૂપવતીને સમજાવ્યું કે, “ આ બીજ માટે રાજા આગળ અમે વાદવિવાદ કરશું, એમાં તારે પતિ હારી જશે એટલે શરત પ્રમાણે હું તને સર્વના દેખતાં ઉપાડી જઈશ. એવી રીતે ભીમને છળીને તને લઈ જઈશ.” એમ કહી શ્રીદત્ત ચાલ્યા ગયે.
એક દિવસે રાજા પાસે શ્રી દત્ત અનેક ગામગપાટા હાંકી રાજાનું ચિત્તરંજન કરતો હતો. તે સમયે ભીમ વણિક પણ રાજા પાસે આવીને બેઠે. વાતમાં ને વાતેમાં શ્રીદત્ત વાત છેડી, “મહારાજ! જમાને એવો આવ્યો છે કે પહેલાંના જેવું આજે છે પણ શું? આજે તો સાપ ગયા ને લીસેટા રહી ગયા જેવું છે. સવારે વાવીએ ને સાંજે ફળ આપે એવાં બીજ પણ આજે ક્યાં છે?” " એવાં બીજ મારે ત્યાં છે? નિષ ભીમ વચ્ચે