________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પ્રથમ આવેલું એવી ખાતરી થતાં “ અમરફળ ક્યાંથી આવ્યું ?” એ સંબંધી હકીકત રાજાએ વેશ્યાને પૂછી.
“હા! ના! કરતાં આખરે વેશ્યાએ હસ્તિપાળકનું નામ આગળ ધર્યું. હસ્તિપાળકને બોલાવી રાજાએ અમર ફળને સઘળે ઇતિહાસ જાણી લીધો, તેથી સંસાર ઉપર રાજાને તિરસ્કાર આવ્યો, એના હદયમાં એકદમ પલટો આવ્યું. અહા ! શું આવું જ જગતનું સ્વરૂપ હશે ! यां चिन्तयामि सततं, मयि सा विरक्ता
साप्यन्यमिच्छति जनं, सजनोन्यसक्तः अस्मत्कृत्ते च परितुष्यति काचिदन्या
धिग् तांच तांच मदनंच इमां च मांच ॥१॥ ભાવાર્થ-રાત દિવસ જેનું હું યાન ચિંતવન કરું છું તે મારા ઉપરથી રાગ રહીત થઈને બીજાની ઉપર આસકત થઇ, તે પુરૂષ પણ તેને છોડી કે વેશ્યામાં મહાધીન એવી તેણીને, તે આશિકને, મદનને તેમ જ રાણી અને મને ધિક્કાર હે ! ધિકકાર હે!
અતિકિટ વિરકત દશાને પામેલા રાજન ભર્તુહરી રાજપાટ છેડી કફની ધારણ કરી જંગલમાં તપ કરવાને ચાલ્યા ગયા, મંત્રીઓ, પ્રધાને, અમલદાર, રાણુઓ તેમજ નગરજને તેના પ્રાર્થના આજીજી તેમને મોહમાં આકર્ષવાને શકિતવાન થઇ નહીં. અનંગસેના પણ જાતના ફિટકારથી ત્રાસેલી ગળે ફાંસો ખાઇ મરણ પામી,
રાજ્યને રાજા વગરનું જાણીને મંત્રીઓ વિચારમાં પડ્યા, અનેક મંત્રણને પરિણામે તેમણે નજીકના સગા સંબંધીમાંથી કોઇને ગાદીએ બેસાડવાનો નિશ્ચય કર્યો.
રાજા વગરનું શુન્ય રાજ્ય દેખીને અવંતીની નજીકમાં