________________
પ્રકરણ ૬૧ મું
૫૧૯, એને ચેન પડતું નહિ. શુકની સાથે એને અત્યંત ગાઢ પ્રીતિ થઈ ગઈ હતી.
એક દિવસ વાર્તાવિનોદ કરતાં શુક બોલે, “હે રાણી ! હું પંખી જાત હેવા છતાં મને લાગે છે કે મારી સાથે તમારી ગાઢ પ્રીતિ બંધાઈ ગઈ છે.
હા, ખરી વાત છે મારા શુક! તારા વિના મને જરાય ગમતું નથી. તને જોઉં છું ને હું રાજી રાજી થાઉં છું.”
રાણીની વાત સાંભળી શુક બેલે, “કદાચ મરી જાઉં તે તમે શું કરો ? 2) :
“એવી વાણું ન બોલ! તું કદાચ મરી જાય તે તારી સાથે અગ્નિમાં હું બળી મરીશ એ નકી સમજજે.” રાણી બેલી.
કમલાદેવીને ગાઢ સ્નેહ જઈ શુક મનમાં રાજી થયો. એક દિવસે મકાનમાં એક ગરોળીને મરણ પામેલી જોઈ રાજા શુકના શરીરમાંથી નીકળી ગળીના શરીરમાં પઠે. બસ ખલાસ, શુક મૃત્યુ પામી ગયે.
શુકને મૃત્યુ પામેલા જઈ રણી કમલાદેવી વિલાપ કરતી શુક સાથે કાષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈ. કમલાદેવીને કાષ્ટભક્ષણ માટે તૈયારી કરતી જોઈ રાજમહેલમાં તેમ જ મંત્રીઓમાં હાહાકાર મચી રહ્યો. કમલાદેવીને શુકની પછવાડે બળી મરતી જાણી રાજાના શરીરમાં રહેલે વિપ્ર બે; “અરે રાણી! કષ્ટભક્ષણ કરી તારા આત્માને કલેશ ન પમાડ, હ શુકને હમણાં જ સજીવન કરીશ.” રાજાના શરીરમાં રહેલા વિપ્રે રાણીને દિલાસો આપી શુકના શરીરમાં પ્રવેશ કર્યો. શુક હાલતે ચાલત ઉભે થશે. પછી તરત જ ગળીના શરીરમાં પ્રવેશ કરેલ