________________
પ્રકરણ ૬૦ મું
૫૧૧ પુત્રનો જન્મોત્સવ કર્યો. ધાત્રીઓથી રાજપુત્ર મેટ થવા લાગે. રાત્રીને સમયે રૂમિણું તક્ષક નાગની સહાયથી રાજમહેલમાં આવી બાલકને સ્તનપાન કરાવી જતી હતી. રાજાએ એક દિવસની રાત્રીએ રૂકમિણને ઓળખી. તે એને પકડવા ગયે, પણ રૂકમિણુ હાથમાંથી છટકી ગઈ, એટલે રાજા નિરાશ થયે.
ત્યાર પછીની રાત્રીએ રૂકમિણ જ્યારે બાળકને સ્તનપાન કરાવવા લાગી અને તે સ્તનપાન કરાવીને જવાને તૈયાર થઈ ત્યારે રાજાએ એકાએક રૂકમિણીને પકડી લીધી. રૂકમિણું પાછી ન ફરવાથી તક્ષક નાગ એને લેવાને રાજમહેલમાં આવ્યું. રાજાએ રૂકમિણુને પકડેલી જોઈ તક્ષક નાગ બલ્ય,
અરે, છોડ મારી પ્રિયાને! ” પણ રાજાએ રૂકમિણુને છોડી નહિ. જેથી નાગ સહસા નાગનું સ્વરૂપ ધાણ કરી રાજાને કરડો. રાજાએ પણ એકદમ નાગને પકડીને ભીત સાથે પછાડ. જોરથી પછાડ લાગવાથી નાગના રામ રમી ગયા રાજાને નાગનું વિષ વ્યાપવાથી મૂછ આવી ગઈ.
પ્રાત:કાળે બન્ને પતિને મરણ પામેલા જાણી રૂકમિણું કષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈ. વાઈબ્રના નાદથી બને પતિની સાથે રૂમિણી સતી થવાને સ્મશાને આવી. ચિતા રચાવી પોતે બળી મરવાને તૈયાર થઇ. તે સમયે અકસ્માત મેઘનાદ એ દશ્ય જોઈ ત્યાં આવ્યું. રૂકમિણીને સતી થતાં અટકાવવા લાગ્યું. “અરે, સ્ત્રી! મને ઓળખે છે કે ભૂલી ગઈ? મારા જીવતાં તું સતી કેમ થાય છે? * મેઘનાદ બોલ્ય.
તમે તે પરણીને મને છોડી દીધી. ત્યાર પછી મારે આ બે પતિ થયા છે. ભાગ્યગે તે બને મરણ પામ્યા છે. તે જીવતા ન થાય તો મારે તેમની સાથે કાષ્ટભક્ષણ કર્યું જ છૂટકે છે.” રૂકમિણી બેલી.