________________
પ્રકરણ ૬૦ મું -
૫૦૯ નારીઓ રાજદરબારમાં ભેજન માટે આવવા લાગી. કાણુ પુત્રી રૂકમિણિનાં આભૂષણ અને વસ્ત્રો પહેરાવી તેની સાથે રાજાના દરબારમાં કમલા પણ ભજન કરવાને આવી. કાણનાં દિવ્ય આભૂષણ જોઈ રાજા વિચારમાં પડે. “ આ આભૂષણે આ બાળાની ન હોય, માટે કંઈક ભેદ છે.
રાજાએ કાણીને પિતાની પાસે બોલાવી પૂછ્યું, “હે બાળે! તે પહેરેલાં આ આભૂષણ અને કંકણ તથા વસ્ત્ર કેનાં છે?
રાજાના પૂછવાથી કમલાના શીખવ્યા પ્રમાણે કાણું બેલી, “હે મહારાજ! મારાં વળી; બીજાં કેનાં હશે એ? ”
“તારે છે ? ત્યારે આ હાથમાં કંકણ તો એક જ છે. આવું બીજું કંકણું ક્યાં છે, બતાવ !” રાજાએ પૂછયું.
એ તો ખોવાઈ ગયું છે?” કાણુએ ઉડાઉ જવાબ આપો.
“કયાં ખેવાયું?” રાજાએ પૂછયું. મને ખબર નથી, મહારાજ ! ” કાણુ બેલી.
કાણુની લુચ્ચાઈ જાણે રાજાએ તેને મારવા માંડી. “સાચું બોલ, નહિતર તને મારી નાખીશ.” રાજા ચાબુક લઈને ઊઠ. એકાદ ખેંચી કાઢયે, એટલે ભયથી જતી કન્યા બોલી, “મહારાજ! મારશે નહિ આ બધાં આભૂપણ તે મારી બહેન રૂકમિણિનાં છે. ”
- રાજાએ તરતજ રૂકમિણીને લાવી. છ વમાં પણ સુંદર રૂકમિણીની કાંતિ જોઈને રાજા મેહુ પામ્યો. એના પિતાને દ્રવ્ય આપી રાજા રૂકમિણી સાથે પરણ્ય અને રાજપાટ ભૂલી તેની સાથે સુખ ભેગવવા લાગ્યા. પટ્ટરાણું પાસેથી પેલું દિવ્ય કકણ છેતરીને લઈ લીધું, ને તે નવી રાણીને અર્પણ કર્યું, આથી પટ્ટરાણ માં વકાસીને જોઈ રહી.