________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
ર
ચમ કરતા દીપક ખેલ્યો.
રાજા વિક્રમે અમેલા રાણીને મેલાવી શકાય તેવા ઉદ્દેશથી વાત શરૂ કરીઃ——
કૌશ’ભીનગરીમાં વામન નામે બ્રાહ્મણને સાવિત્રી નામે સ્ત્રી હતી. તેમને નારાયણ નામે પુત્ર અને ગાવિત્રી નામે પુત્રી એમ એ ફરજંદ થયાં. ગાવિત્રીને અચ્યુત નામે એક મામેા હતા. ગાવિત્રી ભણીગણી અનુક્રમે યૌવન વયને પામવાથી એનાં માતાપિતાને એના વરની ચિંતા થઇ. ભવિતવ્યતાને યોગે વામન, સાવિત્રી, નારાયણ અને અશ્રુત ચારે જણાં ચારે દિશાએ ગાવિત્રીનો વર શોધવા માટે ચાલ્યાં. દેવયોગે ચારે જણે વરને રાધી કાઢી વિવાહ નક્કી કર્યાં ને લગ્નનું મુહૂર્ત જોવડાવી તે દિવસે જાન લઇને સગાંસંબંધી સાથે આવવાની સૂચના કરી. તેએ પાતાને ઘેર આવ્યાં. ચારે જણાં અરસપરસ ખુલાસાથી વાતા કરીને વિચારમાં પડયાં, હવે શું કરવું? ” લગ્નનો દિવસ આવતાં ચારે વરરાજા પાતપેાતાના પરિવાર સાથે કૌશ’ખીમાં વામન મહારાજને ઘેર આવી પહેોંચ્યા. ચારે વર એક્બીજાને જોઇ લહુ કરવા લાગ્યા. ક્રોધથી ઉદ્ધૃત થયેલા તેઓ કન્યાને પરણવાને તૈયાર્ થયા. પણ કન્યા કોને પરણાવવી, તેના વિચારમાં માતાપિતા પડ્યાં. આ ઝઘડાનો નિકાલ આવે તે પહેલાં અકસ્માતે કન્યા ગાવિત્રીને સ દશ થયો ને મૃત્યુની આછી છાયા એના ઉપર ફરી વળી. દેવે ચારેના ઝઘડાનો ફૈસલા એ રીતે કરી દીધા. હવે શુ કરવુ, ” તેનો ચારે વરરાજા વિચાર કરવા લાગ્યા.
66
""
માતાપિતા અને સગાંસંબંધી ગાવિત્રીનો અગ્નિદાહ કરવાને ચાલ્યાં. ત્યાં સ્મશાનમાં એક વરરાજા ગાવિત્રી સાથે બળીને ભસ્મ થઈ ગયો. ખીજો વરરાજા તેનાં અસ્થિ