________________
૪૮૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સેવક સાથે પિતાને ઘેર મોકલ્યો. એ પરદેશી રાજા વિક્રમ જુગારીને ઘેર આવ્યો. જુગારીની સ્ત્રીએ એને સારી રસવતીથી જમાડી તૃપ્ત કર્યો. પણ એ પરદેશીના સૌંદર્ય ઉપર દીવાની બનેલી જુગારણ પરદેશીને જમાડી તેની પાસે ભેગની યાચના કરવા લાગી. જુગારણની અનેક પ્રકારે પ્રાર્થના, એના હાવભાવ છતાં પરદેશી એના મેહમાં ફસાયો નહિ “અરે ભલા માણસ! મારા જેવી આશા ભરેલીને નિરાશ કરીશ તો તને મોટું પાપ લાગશે. મારી ઉપર એટલો જરા ઉપકાર તો કર, તને પુણ્ય થશે.”
એ ઉપકાર કે પુણ્ય કરવાની મને ટેવ નથી. હવે મને જવા દે, બાઇ!
તારાથી અત્યારે જવાશે નહિ. મારી સાથે રમીને પછી જા.” જુગારણું આડી ફરી પરદેશીનો માર્ગ રેકીને ઉભી રહી. મોહરૂપી પિશાચથી પડાયેલી સ્ત્રી થી દુષ્ટતા નથી આચરતી? એને સમયનું પણ ભાન નથી રહેતું કે અત્યારે સમય કયો છે?
અરે સી! એવા પાપના કામમાં પડી તારા આત્માને ભવસાગરમાં ડુબાવ નહિ, તેમ જ મારાથી પણ તારી સાથે રમી શકાશે નહિ, સમજી?” રાજા કંટાન્યો.
તો હુ બુમ પાડી તારી ફજેતી કરું છું ! તું માને છે કે નહિ ?
તને રૂચે તેમ કરી? રાજાએ દૈવ ઉપર ભરોસે રાખી કહ્યું.
પરદેશીને નિશ્ચય જાણું જુગારણ બુમાબુમ પાડવા લાગી “ અરે દાડે ! દાડે ! ગજબ થયો! હું મરી ગઈ! બચાવો ! બચાવે ! '
પિતાની પ્રિયાની બુમ સાંભળી જુગારી હાથમાં