________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય સંકેત મુજબ બન્નેને જુદી જુદી દિશાએથી લેહપુર આગળ ભેગા થવાનું હતું. રાજા વિકમે અનુક્રમે લેહપુર નજીક આવતાં શીત અને ઉષ્ણુ પાણીના બને કુંડ જોયા. એ બને કંડના મહત્તવને વિચાર કરતો રાજા ત્યાં ઉભે હતે. તે સમયે વાનરાનું એક ટેળું રાજાના જોતાં જોતાં શીત જલમાં સ્નાન કરવાને પડયું. સ્નાન કરતાંની સાથે તેઓ પુરૂષ બની ગયા; પછી ઉત્તમ વસ્ત્ર પરિધાન કરી નજીકના જીનાલયમાં જીનપૂજા કરી જીનેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. વારંવાર જીનેશ્વરને નમસ્કાર કરતા ને પાપને છેદતા તેઓ જીનમંદિરમાંથી નીકળી પછી ઉષ્ણ કુંડમાં સ્નાન કરવાને પડયા. એટલે બધા વાનરે બની ગયા. તે જીનેશ્વરને નમીને ત્યાંથી ચાલ્યા ગયા. રાજા વિકમ જળનો આવો ચમત્કાર જોઈ મનમાં આશ્ચર્ય પામે.
રાજા પણ ત્યાં જીનમંદિરમાં જઈ જીનેશ્વરને ન પૂજન અર્ચન કરી, ભગવાનને સ્તવી ત્યાંથી આગળ - ચાલે. આગળ ચાલતાં એક વૃક્ષ નીચે ચેરોને વાદવિવાદ કરો તકરાર કરતા જોયા. રાજા એમની પાસે આવી છે. “અરે ભાઈઓ! શા માટે લડી મરે છો ? જે તમે મને તમારી તકરારનું કારણ કહે તે હું તમારે ન્યાય કરી આપું.”
એ ડાહ્યા પશીને જોઈ ચારે બોલ્યા, “હે ભાઈ! સાંભળ ! વનમાં એક પેગી પાસે અમે અમુલ્ય ચાર વસ્તુઓ જોઈ એક ખાડલી, કાષ્ટનો ઘોડે, કથા અને - થાળી. એ ચારે દિવ્ય વસ્તુઓ ઘણુ જ કીમતી છે. ખાટલે અને તુરંગમ આકાશમાં ઉડી આપણને ઈચ્છિત સ્થાનકે પહોંચાડે છે ને આ કથાને ખંખેરવાથી રોજની પાંચ દિનાર મળે છે. થાળી આપણને જોઈએ તેવું ઇચ્છિત ભોજન આપે છે. એવી આ ચાર ચીની વહેંચણી