________________
૩૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય રાજન! અમારી શક્તિ અમારૂં જ્ઞાન, અમારું સામર્થ્ય અમાપ છે. હું સર્વ શકિતમાન છું. જલ ત્યાં થલ ને થલ ત્યાં જ કરવાને સમર્થ છું. સર્વ કાંઈ જાણું શકું છું. સવ કરી શકું છું. અમારા સામર્થ્ય, જ્ઞાન આગળ માનવીની અ૮૫ શકિત બિચારી શું કરે? મગતરારૂપ માનવીને અમારે મન કઈ હિસાબે ન હોય?
આહ શું આવું જ્ઞાન, અને સામર્થ્ય તમે ધરાવો છે?” રાજા જાણે ચકિત થયો હોય તેવો ડોળ કરીને કહ્યું.
“હા! રાજન ? એમાં શી મેટી વાત? ગમે તેવા મહાભારત કામ જે માનવીને મનમાં પણ અગમ્ય હેય તેવાં અમે એાછી મહેનતે સહેલાઇથી કરી શકીયે છીએ.”
ત્યારે તે ઠીક ! તો કહે ત્યારે મારું આયુષ્ય કેટલું છે તે તમે જાણી શકે છે. વારૂ?” મહીપતિએ વૈતાલને પૂછયું.
હે? એમાં શું મેટી વાત ! રાજન? તમારું આયુષ્ય પુરેપુરૂં સે વર્ષનું છે. હજી ઘણા કાળ પર્યત તમે આ પૃથ્વીને ભગવશે.
રાક્ષસનાં વચન સાંભળી રાજા જરા હટાણું વદન કરીને બોલ્યો “ અરે? અરે? શું એકસો વર્ષ પુરા ? એકડા આગળ બે શુન્ય એ તે નહી સારૂં. »
“કેમ નહી સારૂં? આટલે દીર્ઘકાળ પર્યત તમે પૃથ્વીને ભેગવે એમાં ખોટું શું ત્યારે! )
“ખેટુ કેમ નહીં, મિત્ર? શુન્ય એ તો અમંગળ રૂ૫ છે. તમે નથી સાંભળ્યું કે
शून्यं गृहं वनं शून्यं, शून्यं चैत्यं महत्पुनः नृपशून्यं बलं नवं, भाति शून्यमिव स्फुटम् ॥