SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૨૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય જીવરાશિને ખમાવતી મૃત્યુ પામી સ્વર્ગે ચાલી ગઈ. તે પછી એંસી વર્ષના ધન્યશ્રેષ્ઠી ભાર્યા રહિત થયેલા લક્ષ્મીવાન હેવાથી નોકર ચાકરેથી સેવાતા ધર્મ કરવાપૂર્વક સમયને ગાળતા હતા. અચાનક એ ધન્ય શ્રેષ્ઠી પાસે રત્નમંજરીએ આવીને તેમને ચમકાવ્યા. અરે શેઠ ! ગમે તેટલા અને ગમે તેવાય નોર તે નકર ! ઘરની સ્ત્રી જેવી રીતે પતિને સાચવે તેમ નોકરે કાંઈ સાચવી શકે નહિ. નકર એ તો પૈસાના પુજારી ! માટે શેઠ, તમારી સેવાચાકરી કરે તેવી એક સ્ત્રીને તમે પરણે!” રત્નમંજરીએ શેઠને શિખામણ આપી. રત્નમંજરિની વાત સાંભળી શેઠ ચમક્યા, “અને બાળા! મારે તે હવે લગ્ન હોય ! ઘરડી ગાયની કેટે ટેકરે તે ભે? મારા જેવા જૈફને કન્યા પણ કેણુ આપે ? મને પરણે પણ કેણુ? એવી સુરૂષા અને નેહા કયી. સ્ત્રી મારી સાથે પરણીને જીવનની બરબાદી કરે ? ” ત્યારે કેઈ વૃદ્ધ સ્ત્રીને પણ તેની સાથે રહે, જે તમારી સેવાચાકરી તે કરે?” રત્નમંજરી જરા હસી રત્નમંજરીની મશ્કરી સાંભળી ધન્ય બે , “ અરે ઉઠવાની. બેસવાની, ને બોલવા ચાલવાની પણ મારામાં હવે શક્તિ નથી, તે પછી સ્ત્રીના પરિગ્રહને તે હું શું કરું? “મારી વાત માન, નહિ તો તમને પેલા કમલની માફક પસ્તાવો થશે; કારણ કે આ નેકરચાકર તે જેને જેમ ફાવે તેમ તમારા ઘરમાંથી લુંટી જશે. અવસ્થાવાન તમે કેટલું ધ્યાન આપશો ને કેટલું સાચવશે ? એ તે હાથમાં એના મોંમાં; એવી વાત થશે.” રત્નમંજરીની વાત સાંભળી શેઠ બોલ્યા“એ કમલને શું પશ્ચાત્તાપ થયે તે વાત જરા મને કહે ?”
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy