________________
29
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
ળવી. કાલીદાસની વિદ્યાપ્રાપ્તિથી રાજા વિક્રમ ખુશી થયા. ગાવાળ કાલીદેવીના પ્રસાદી કાલીદ્રાસ તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા કાલીદાસની આશ્ચર્ય ભરી વિદ્વતાથી રાજકુમારી માઁજરી પણ દુષિત થઇ ગઇ અને પતિ ઉપર સ્નેહવાળી થઇ.
મંજરી પતિની વિદ્વતાની કસાટી કરતી એક સમશ્યા મેલો:
अनिलस्यागमो नास्ति, द्विपदं नैव दृश्यते । बारमध्ये स्थितं पद्मं, कंपते कन हेतुना ||
ભાવાર્થ:- પવન આવતા નથી, મનુષ્યપ્રાણી કોઇ ટુાતું નથી, તા પછી જળમાં રહેલુ કમળ કેમ કપે છે? મંજરીની વાણી સાંભળી રસિક પશુપાળ-કાલીદાસે સમયને અનુસરીને પ્રિયાનું મનરંજન કરે તેવા ક્લાક તેના જવાબમાં કહ્યો.
पावकोच्छिष्ट वर्णाभः, शर्वरिकृतबंधनः ।
मुक्ति न लभते कांते, कंपते तेन हेतुना ||
ભાવાર્થ:- શરના નેત્રના અગ્નિથી જેના વર્ણ ઉચ્છિષ્ટ થયા છે, તે રાત્રીનુ જેને ધન છે એવા કામદેવ હજી મુક્ત ન થવાથી હે કાન્તે ! તે નેત્ર કમળ કપી રહ્યું છે.
'
નગરમાં નાગી ફરે, વનમાં પહેરે ચીર;
એ ફળ તમે લાવજો, મારી સગી નણંદના વીર.” મંજરીની આ સમશ્યાના જવાબમાં કાલીદાસે તેના હાથમાં સાપારી મુકી.
“ અંગ ઢાળુ દંત ઉજળા, ચાલે ધેમર ચાલ; સાસુ વહુ ને દીકરી, એ ત્રણેનો એક ભરથાર.”