________________
પ્રકરણ ૪૫ મું
૩૭૩ શણગારી કંઈક શીખવીને વેદગર્ભ, તેને રાજા પાસે લાવ્યું.
રાજસભામાં પંડિત વેદગભ અને ગોવાળ આ બને આવીને રાજાને નમ્યા. ગોવાળે રાજાને આશીર્વાદ આપ્યો, પણ આશીર્વાદ ભૂલી ગયો, ને ‘સ્વસ્તિ'ને બદલે “ઉસટ “ઉરટ” બોલી ગયે. તેના આ શબ્દથી રાજા અને સભા હસી પડી.
ગોવાળે તો એની જાત ઉપર આવીને બાફી માગું, પણ વેદગર્ભ પડિતે તરત એ બગડેલી બાજી સુધારી લીધી, “વાહ, પંડિતની શી ચતુરાઈ! ઉ–સર એ ચાર અક્ષરમાં મહારાજા! અવતીરાજ! આપને આ પડત મહાશયે મહાન આશીર્વાદ આપે છે. ” “શી રીતે ” રાજા બોલ્યો. “મહારાજ ! સાંભળે !”
उमया सहितो रुद्रः, शंकरः शूलपाणियुग् ।
रक्षतु तव राजेंद्र ! टणत्कोरकरं यशः ॥ ભાવાર્થ –મિયા-પાર્વતી સહિત રૂક, શંકર, અને ત્રિશુળને ધારણ કરનારા એવાં મહાદેવ, હે રાજેન્દ્ર! તારું રક્ષણ કરે અને તારા બળવાન યશને વધારે
વિદગભ પંડિતની વાણુ સાંભળી સભા સહિત રાજા પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા રાજાને પંડિતે કહ્યું, “મહારાજ ! સરસ્વતીનું આરાધન કરીને રાજબાળા મંજરી માટે આ વર મેં આપના કહેવાથી ધી કાઢયો છે.”
રાજા વિક્રમે પોતાની પુત્રી મંજરીને વેદગર્ભ પંડિતે રાજસભામાં હાજર કરેલા મૂખ પશુપાળ (ગોપાલ) સાથે પરણાવી દીધી. રાજકુમારી મંજરીએ એક નવું બનાવેલું પુસ્તક પિતાના પતિને શોધવાને દાસી મારફતે મોકલાવ્યું, પણ પુસ્તકને નખેરિયા લગાડી લગાડીને કાના, માત્રા બગાડી નાંખી તેણે પાછું આપી દીધું.