________________
૩૭૦
| વિક્રમચરિત્ર યાને કૌટિયવિજય હેવાથી સિંહાસનની શેમા જગતમાં અધિક પ્રસિદ્ધતાને પામી. રાજા વિક્રમાદિત્ય પૃથ્વીનું પાલન કરતે ન્યાયથી રાજ્ય કરવા લાગ્યું, અને એની રાજ્યલક્ષ્મી પણ અનુક્રમે વૃદ્ધિને પામતી ગઈ.
પ્રકરણ ૪૫ મું
કાલીદાસ પંડિત કહા કરે કીરતાર, ભૂલ કરે પરવીન, મુરખર્ક સંપત્તિ દીએ; પંડિત સંપત્તિહીન.”
ન્યાયથી પ્રજાનું પાલન કરત ને બત્રીસ પૂતળીઓ વડે સુશોભિત સ્ફટિકના સિંહાસન ઉપર બેસતે રાજા પંચદંડમય છત્રને ધારણ કરતા હતા. એવા અપૂર્વ ઐશ્વર્ય, ઠકુરાઈ અને સમૃદ્ધિથી શોભતે અવંતીરાજ વિક્રમાદિત્ય સુખમાં કાલ નિગમન કરતો હતે. એ રાજા વિક્રમને પ્રિયંગુમંજરી નામે એક પુત્રી થઈ. કાલુઘેલું બેલતાં શીખેલી રાજબાળા મંજરીને વેદગભ પંડિત પાસે શાસ્ત્રનો અભ્યાસ કરવાને મુકી. અલ્પ સમયમાં વિદ્યા ભણગણું તે વિદુષી થઇ. પરભવનો ક્ષયોપશમ સારે હતું, તેથી તેને આ ભવમાં અભ્યાસ કરતાં વાર લાગી નહિ. મંજરી શાસ્ત્રનો અભ્યાસ કરી યુવાન થઈ; યૌવનના સેહામણું આંગણે આવીને ઉભી રહી. એને જોઈ રાજા વિકમને એના વર સંબંધી ચિંતા થવા લાગી. એને લાયક વર કેણ હશે ?
એકદા ગ્રીષ્મ વડતુમાં બાળા મંજરી રાજમહેલના ઝરૂખામાં ઉભી ઉભી આમ્રફળનો સ્વાદ લઈ રહી હતી. તે સમયે પોતાના ગુરૂ વેદગભ પંડિતને પોતાના મહેલની નીચે વિશ્રામ લેતા ઉભેલા જોયા. મંજરી પિતાના ગુરૂને