________________
૩૪૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય આપી. બીજીવાર છે પ્રરાન થઇને નુપુર આપ્યું, તે પણ દેવદમની પાસેથી હરી લઇ વૈતાલે રાજાને આપ્યું. ત્રીજી વાર પાનનું બીડું શકે? આપ્યું, તેય વૈતાલે પડાવી રાજાને આવ્યું. એ ત્રણે વસ્તુઓ લઇ રાજા વેતાલની સહાયથી રાજમહેલમાં પાછા આવ્યા.
બીજા દિવસની પ્રભાતે રાજા અને દેવદમની ચોપાટ રમવાને બેઠાં. એકબીજાને જીતવાની આશાએ બન્ને જણ ખુબ દાવપેચપૂર્વક રમતાં હતાં. બનેને જીતવાની આશા હતી. આજ કેટલાય દિવસથી એકબીજાને જીતવાની બન્નેને હોંશ હતી. આજે ઉમંગથી, ઉત્સાહથી અને આનંદથી બને જણ રમતાં હતાં. બન્નેની કુટિલતા નાગદમની અને મંત્રીએ નીરખી રહ્યા હતા. ચડસાચડસીએ રમતાં રમત પૂરજેસમાં આવી. રાજાએ ધડાકે કર્યો, “મંત્રીધર !દેવદમની: નિદ્રામાં આજે તે એક એવું સુંદર બહુ મજાનું સ્વપ્ન મેં જોયું! જાણે હું સિકોત્તરી પર્વત ઉપર સિદ્ધસિકે - ત્તરીના મંદિરમાં ગયો. શકેંદ્રની સભામાં દેવદમનીને અ૬ભુત નૃત્ય કરતાં જેઈ! એના નૃત્યથી પ્રસન્ન થઇ છે પુષ્પમાળ દેવદમનીને ભેટ આપી. રાજાએ પૂછયું કે હે દેવદમની ! એ સ્વપ્ન સાચું હશે કે બેટું ?”
“સ્વપ્નાં તે સાચાં પડતાં હશે? એ તો નર અસત્ય !” દેવદમનીના બોલ સાંભળી રાજાએ તરત જ પુષ્પમાળ દેવદમનીને બતાવી. પુષ્પમાળ જોઈ દેવદમની એકદમ લેભા પામી ગઇ. જીત પર આવેલી બાજી ચિત્તની વ્યાકુળતાથી તે હારી ગઇ.
ચોપાટે ફરીને પિતાને રંગ જમાવ્યો. બન્ને ખુબ ધ્યાનપૂર્વક રમતાં હતાં. ખુબ રસાકસી ચાલી રહી હતી. ત્યાં રાજાએ પાછી વાત છેડી “ અરે ! શું વાત કહું, દેવ