________________
પ્રકરણ ૪૧
મું
૩૩૫
પ્રકરણ ૪૧ મું
દેવદમની
विनयेन विद्या ग्राह्या, पुष्कलेन धनेन वा ।
अथवा विद्यया विद्या तुर्योपायो न विद्यते ।
ભાવાર્થઆ જગતમાં વિદ્યા વડે કરીને વિદ્યા ગ્રહણ કરવી એ સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે; સિવાય ધન આપીને પણ વિથ ગ્રહણ કરી શકાય. અથવા તે વિદ્યા આપીને વિદ્યા મેળવી શકાય. એ ત્રણ સિવાય વિદ્યા મેળવવા માટે ચોથે ઉપાય નથી.
એકદા અવંતીરાજ વિક્રમાદિત્ય યુવાડીએ ફરવા ગયેલા, તે ફરીને પાછા આવતાં માર્ગમાં અનુક્રમે ઘાંચીવાડામાં આવ્યા. ઘાંચીવાડામાં થઇને મહારાજ વિક્રમાદિત્ય અધ ખેલાવતા આવતા હતા, તે સમયે રાજમાર્ગમાં ધૂળ ઉછાળતી એક બાળાને રાજસેવકે કહ્યું: “અરે ! બાળા ! રાજા આવે છે, માટે તું ધૂળ કેમ ઉડાડે છે?”
આ વાત સાંભળી બાળા બેલી. “શું પચ દંડવાળું રાજ છત્ર રાજાના માથે છે કે તે બગડી જવાનું છે ?' આમ કહી બાળા હસી. એનું મૃદહાસ્ય અને કેમળ વાણુ રાજાના હૃદયને ભેદીને આરપાર નીકળી ગયાં. રાજા એ બાળાની સન્મુખ જોઇ રહ્યો, “આહા! આ બાળા કે દેવાંગના? શું એનું લાવણ્ય ! આવી અનુપમકાંતિ! મેહના બંધનમાં બધાયેલા વિક્રમાદિત્યે ભમાત્રના સન્મુખ જોયું ને આગળ ચાલ્યો.
રાજમહેલમાં આવી રાજાએ ભટ્ટમાત્રને પૂછયું: “પ્રધાનજી! આ બાળા કેની પુત્રી છે?”
રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં ભટ્ટમાત્ર બોલ્યો,