________________
૩૨૪
વિક્રમચરિત્ર યાને કોટિવિજય “તારે કયાં જવા વિચાર છે? કે અમારી સાથે આવવા વિચાર છે? "
હું! એવા તેલમરચા વેચી ખાનારા ગરિઓને લુંટવા એ તે પરાક્રમ છે? પરાણે મહેનત કરીને કમાયા હેય ને આપણે લુંટી લઈએ તો પૈસાની હાયમાં બિચારા મરી જ જાયને! આપણે તે કંઈ મીર મારશ મીર ! ઝ
મીર? તો મેઘશ્રેષ્ઠી પણ એક અમીર છે હો ભાઈ??*
ના, ગમે તેવો તોય પણ તે વણિકભાઈ! મહેનત, પરિશ્રમ, ધંધારોજગારથી કરેલી એણે કમાઇ ! આપણે તે રાજા વિક્રમની તિજોરી ફાડવાના ભાઈ !
તારી વાત તો સત્તર આના ને બે પાઈ ! વગર પરિશ્રમે ભેગી કરેલી રાજાની કમાઈ લુંટાઈ જાય તોય રાજાને શું દુ:ખ કે સંતાપ ? પણ રાજ્યમહેલમાં પ્રવેશ કરે એ કપરી વાત છે ને!
ચેરેની વાત સાંભળી પ્રજાપાલ બેલ્યો; “તમારે એની ચિંતા કરવી નહિ, પણ મને ભાગ શું આપશે એ તો કહે!”
“આપણે સરખે ભાગે વહેંચી લઇશું. રાજાના ભંડારમાંથી બધાયે એક એક પેટી રત્નની લઈ લેવી.” એ પ્રમાણે પરસ્પર સંકેત કરી રાજ્યમહેલ તરફ તેઓ જવાને ઉપડયા. પ્રજાપાલ આગળ જતાં જરા વિચાર કરીને ઉભે રહીને બોલ; “બંધુઓ ! રાજાને મહેલ ફાડવા આપણે જઈએ તો છીએ, પણ પહેલાં કહે તે ખરા કે તમારામાં કોણ શી શી કળા જાણે છે ?”
પ્રજાપાલની વાત સાંભળી પહેલે ચાર બેલ્યો, અમુક ઘરમાં શી વસ્તુ છે તે તેની ગંધ ઉપરથી હું કહી શકું છું.” બીજાએ કહ્યું “મારા હાથના ફરસથી ગમે તેવાં