________________
પ્રકરણ ૩૬ મું
૩૦૩ છતાંય મુનિએ શુકરાજના પ્રશ્નનો જવાબ ન આપતાં રાજ્યપ્રાપ્તિ થાય તે ઉપાય સૂચવ્યું, “ હે શુકરાજ ! વિમલાચલ પર્વત ઉપર જઈને ત્યાં તીર્થની ગુફામાં છે માસ પર્યત પંચ પરમેષ્ઠીને એકાગ્ર ચિત્ત જાપ કર ! તારા એકાગ્ર ચિત્તના જાપના પુણ્યપ્રભાવથી છ માસ પછી ગુફામાં મહાન તેજ-પ્રકાશ જોવામાં આવશે. જ્યારે એ તેજ જોવામાં આવે ત્યારે તારે સમજવું કે તારે શત્રુ છતાઈ ગયો. એની વિદ્યા ત્યારે નષ્ટ થઈ જશે અને તારે માટે રાજ્ય છોડી તે ભાગી જશે.”
ગુરૂનાં વચન સાંભળી હર્ષિત થયેલ શુકરાજા ગુરૂને વંદન કરી નમસ્કારથી સ્તુતિ કરતો પ્રિયાઓ સહિત વિમાનમાં બેસીને વિમલાચલ તરફ ચાલ્યા ગયે, વિમલાચલે આવીને સ્ત્રીઓને એક સ્થાનકે રાખી તીર્થની ગુફામાં તપ કરતે ને પંચ પરમેષ્ઠીને જાપ કરતે એકાગ્ર ચિત્તવાળે થયે તપ અને જાપ કરતાં ગુફામાં એ શુકરાજાને અનુકમે છ માસનાં વહાણાં વહી ગયાં.
છ માસના અંતે શુકર જે મહાન તેજ જોયું. ગુફાના મધ્યમાં મહાન પ્રકાશમાન તેજને જોયા પછી શુકરાજ પિતાનું ધ્યાન સમાપ્ત કરી, પારણું કરી, વિમાનમાં પ્રિયાઓ સહિત બેસીને પોતાના નગર તરફ ચાલ્યા ગયા.
સંસારના વિષયમાં રક્ત થયેલા અને રાજ્યલક્ષ્મીમાં ગુલતાન બનેલા કપટી ચંદ્રશેખરની આગળ અકસ્માત રાજ્યલક્ષ્મી પ્રગટ થઈને બેલી, “રાજન ! તારૂં શુકરાજાનું સ્વરૂપ હવે અદૃશ્ય થઈને ચંદ્રશેખરનું સ્વક્ષ પ્રગટ થશે. શકરાજાના પ્રબળ પુષ્ય આગળ મારી શક્તિ હવે ચાલશે નહિ, માટે તેને એગ્ય લાગે તેમ કર !” રાજાને સાવધ કરી રાજ્યાધિષ્ઠાયિકા દેવી તરતજ અદશ્ય થઈ ગઈ. દેવીનાં