________________
પ્રકરણ ૩૫ મું
૨૯૯ શેખરના પુનર્મિલનની આશા ! ચંદ્રશેખરના જવા પછી ચંદ્રવતી એના વિરહથી વ્યાકુળ થઈ છતી કિંકર્તવ્યમૂઢ થઈ ગઈ હતી. એક દિવસે ચંદ્રાવતીએ રાજ્યની અધિષ્ઠાયિકા દેવીનું સારી ભકિતથી આરાધન કર્યું. ચંદ્રવતીની ભક્તિથી પ્રસન્ન થયેલી રાજલક્ષ્મી પ્રગટ થઈને બોલી, હે ચંદ્રવતી ! વર માગ ! બોલ તને શું આપું ? ” દેવીની વાણી સાંભળી ચંદ્રવતી બોલી, “દેવી પ્રસન્ન થઈ છે તે મુકરાજાનું વિશાળ સામ્રાજ્ય ચંદ્રશેખરને આપ !” ચંદ્રવતીના જવાબમાં દેવીએ કહ્યું, “શુકરાજા જ્યારે ક્યાં જાય ત્યારે ચંદ્રશેખરને અહીં તેડાવજે, મારી માયાથી ચંદ્રશેખર બીજે શુકરાજ થઈને સમસ્ત રાજ્યને ભેગવશે. ” વરદાન આપીને દેવી અદૃશ્ય થઈ ગઈ, ચંદ્રવતી પણ શકરાજાના બહાર જવાની રાહ જોતી દિવસ વિતાવવા લાગી,
એક દિવસે પદ્માવતી અને વાયુવેગાની સાથે શુકરાજા શાશ્વત જીનેને નમવાને મંત્રીને રાજ્ય ભળાવી આકાશમાર્ગે ચાલ્યો ગયો. શુકરાજાના જવાથી ચંદ્રવતીએ પોતાને વર. દાન આપનાર દેવીની પાસે આવી ચંદ્રશેખરને તેડી લાવવા માટે સૂચના કરી. તરતજ દેવીએ શુકરૂપ ધરીને ચંદ્રશેખરને તેડી લાવી નગરની અંદર હાજર કર્યો. શુકરાજનું સ્વરૂપ ધારણ કરીને રાજમહેલમાં રહેલા ચંદ્રશેખરે-શુકરાજે રાત્રીએ એકાએક પિકાર કર્યો, “ અરે ! આ કઈ દુષ્ટ વિદ્યાધર મારી બને પ્રિયાઓને હરી જાય છે. મંત્રીએ વિગેરે રાજાના પોકારથી એકત્ર થઇ રાજા પાસે આવ્યા. શુકરાજને જોઈ આશ્ચર્ય પામેલા બોલ્યા, “ અરે ! આ શું ? તમે કયારે આવ્યા !
રાજાએ કહ્યું, “ યાત્રા કરીને હાલમાં જ હું પાછો