________________
D
પ્રકરણ ૩૫ મું કહ્યું કે યશેમતી પાસે જઈને સમસ્ત વૃત્તાંત જાણે! એ જાણવા માટે તમે અહીં આવ્યા ને સર્વે હકીકત જાણું. ” યશોમતીની વાણી સાંભળી રાજને એ બને અધમ પ્રાણીઓ તરફ ક્રોધ ઉત્પન્ન થયો પણ યમતીએ પિતાની મધુર વાણીથી સંસારનું સ્વરૂપ સમજાવી રાજાના ક્રોધને શાંત કર્યો. યશેમતીનાં વચનથી શાંત થયેલો રાજા મૃગવજ ચંદ્રક પુત્રની સાથે પોતાની નગરીના ઉદ્યાનમાં આવ્યું. મંત્રીઓ વિગેરે રાજાનો પ્રવેશ મહત્સવ કરવાને આવ્યા. એ પ્રવેશ મહત્સવને અટકાવી રાજા મૃગધ્વજ મંત્રીઓને આજ્ઞા ફરમાવી, “તમે આ શુકરાજને મોટા મહત્સવપૂર્વક રાજગાદીએ બેસાડે. હું હવે સંસારના સ્વરૂપથી ભય પામેલ નગરીમાં નહિ આવતાં ગુરૂ પાસે જઈને વ્રત ગ્રહણ કરી, હું મારા આત્માનું હિત કરીશ યતિઓને પણ નગરીમાં તે દેષ જ લાગે છે.” એકા એક રાજાની આ અપૂર્વ વાણી સાંભળી મંત્રીએ એકબીજાની સામે જોતા વિસ્મય પામ્યા. અત્યારે તે રાજાને સમજાવી મંત્રીએ રાજાને નગરમાં તેડી લાવ્યા. ચંદ્રશેખરે ખાનગીમાં આ બધી વાત જાણીને ચંદ્રવતીના મહેલમાંથી છટકી પોતાને નગર ચાલ્યા ગયે, રાજા મૃગધ્વજે મેટા ઉત્સાહપૂર્વક શુકરાજનો રાજ્યાભિષેક કર્યો. રાજાએ સાતે ક્ષેત્રમાં ધન વાપરી અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. ઘમકાર્યમાં અનગળ દ્રવ્યનો વ્યય કરી રાજા મૃગધ્વજ દીક્ષા લેવાને તૈયાર થયે, સંસારનું સ્વરૂપ સાંભળીને ભય પામેલા મૃગધ્વજ રાજાની એ વૈરાગ્ય ભાવના, એ ત્યાગ ભાવના એ અદ્દભુત ભાવના અપૂર્વ હતી.
પ્રાત:કાળે દીક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થયેલા સજા મૃગધ્વજની રાત્રી કેવી હાય ! નિશાના એ ભયંકર