________________
પ્રકરણ ૩૨ મું
૨૬૫
હે મહારાજા! તે સમયનું લગ્નબળ જોઈને ! આકાશમાં ગ્રહના અંતરગત જોઈને જાણ્યું કે અમારા રાજાને અત્યારે મોટું વિન છે, માટે શાન્તિ કરવી જોઇએ »
તમારે પોતાને રાજાના હિત માટે શાંતિ કરવાની શી જરૂર?” રાજાએ આતુરતાથી પુછયું.
“ મહારાજ! કૃપાનાથ ! જેની છત્રછાયામાં રહીએ તે રાજાનું ભલું ઇચ્છવું તે રઈયતની ફરજ નથી શું ? તેમાંય આપના જેવા પરદુ:ખભંજન રાજાનું હિત તે જરૂર ઈચ્છવું જોઈએ.” પંડિતની વાત સાંભળી ખુશી તે. રાજા બોલ્યા, “તમારી વાત સત્ય છે, પંડિતજી! ” અને પિતાના સંકટ સંબંધી રાત્રીનું વૃત્તાંત રાજાએ કહી સંભાલાવ્યું. રાજાએ પંડિતને બહુ લખી આપી એનું દારિદ્રરૂપી વૃક્ષ છેદી નાખી ખુશી કર્યો. એની સાતે કન્યાઓ રાજાએ પરણાવી આપી, ને સાત લક્ષ દ્રવ્ય આપી પંડિતને સુખી કર્યો. કીર્તિસ્તંભ તૈયાર થઈ જવાથી રાજાએ અવંતીનગરામાં ખુબ ધન ખચીને કીર્તિસ્તંભની વિધિ કરીને જગમાં સ્તંભને પ્રસિદ્ધ કર્યો
“ દાતારનું મુખ દેખતાં, દુઃખ જન્મનું જાય; શત્રુજ્ય જેમ ભેટતાં, પાપ બધાં ધોવાય.”,
પ્રકરણ કર મું.
શુરાજ-કથા "देवा विसय पसत्ता. नेरइया निच्च दुःख संसत्ता । तिरिया विवेग बिगला. मणुआणं धम्म सामग्गी ॥"
ભાવાર્થ–દેવતાઓ વિષયમાં આસકત રહેલા હોય છે, નારકીઓ વિવિધ પ્રકારના દુખની પીડામાં મૂંઝાયેલા