________________
-
-
-
પ્રકરણ ૧૫ મું
૨૫૫ શીયળના પ્રભાવથી તે એનું જીવિત હરવાને સમર્થ થયા નહિ. નિરાશ થયેલી હેમવતી બેલી; “ રાવણ જે પરાક્રમી પણ સતી સીતાને સંતાપી શું મા ? દુષ્ટ દુર્યોધન દ્રૌપદી મહાસતીની લાજ લેતાં રણમાં રેળા પરસ્ત્રીના લંપટીનું તે નરક સિવાય કયાંય ઠેકાણું પડતું નથી, માટે સમજ ! ”
એ મેહમુગ્ધ બનેલ અમિતગતિ એના ઉપદેશને ન સાંભળતાં એને પકડવાને ધો. એને ધસી આવતો જોઈ હેમવતી મૂચ્છિત થઈ ગઈ. સહસા ચકેશ્વરી દેવી ત્યાં પ્રગટ થઈને બોલી: “ખબરદાર! દુષ્ટ ! પાપિ! આ મહાસતીને તું અડકીશ તે એના શીયળના પ્રભાવથી તું બળીને ભસ્મ થઈ જઈશ. માટે એની માફી માગ અને એને જ્યાંથી લાવ્યો હોય ત્યાં મુકી આવ.'
અકસમાત ચકેશ્વરીનાં વચન સાંભળી અમિતગતિ ગભરાયે, સાવધ થયેલી હેમવતીને નમી બે, “તું મારી આજથી ધર્મની બેન છે. તેં મને સન્માર્ગે સ્થાપન કર્યો. તેથી તમે મારા પર ઉપકાર કરી માર અપરાધ ક્ષમા કરો! માફી માગી દિવ્ય રત્નમય કંડલ, હાર, વિગેરે હેમવતીને વિદ્યાધરે ભેટ આપ્યું; વિમાનમાં બેસાડી, લક્ષ્મીપુરમાં રાજાની આગળ લાવી અર્પણ કરી; સભામાં એના શીયળનું મહાસ્ય કહી સંભળાવી વિદ્યાધર અદૃશ્ય થઈ વિમાનમાં બેસી ચાલ્યા ગયે, અનુકમે હેમવતી દીક્ષા ગ્રહણ કરી મહાન ઉગ્ર તપશ્ચર્યા કરી મૂક્ષને પામી,
પ્રાણીઓને દાન અને શિયળની માફક તપ પણ આરાધવા ગ્ય છે. તપના પ્રભાવથી આ જગતમાં એવું કયું દુષ્કર કાર્ય છે કે જે સિદ્ધ નથી થતું? અસાધ્ય કાર્ય પણ તપના પ્રભાવથી સિદ્ધ થાય છે. માઠા પ્રહ કે અશુભ ગ્રહ અથવા માઠી દશા કે દુઃખદાયક સ્થિતિનો નાશ કરી