________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય આવું તેજેયુકત રત્ન તે વ્યર્થ નાખી દીધું ?”
અરે ભટ્ટ? મિત્ર? આવાં દીન વચન વડે મેળવેલ રત્ન શું કામનો ? પરાક્રમી પુરૂષને તે લક્ષ્મી સ્વયંવરા થઈને ચાલી આવે. વીર પુરૂષને તે ભૂજાના પરાક્રમમાં જ લક્ષ્મી હેય છે. દેવ દૈવ ? નો ઉચ્ચાર તે કાયર પુરૂાજ કરે. ” ભટ્ટ માત્ર એના તેજ ગૌરવથી ચકિત થયે અને ત્યારબાદ બને ત્યાંથી આગળ ચાલ્યા.
-
પ્રકરણ ૨ જું
તાપીને તીરે उद्यमं साहसं धैर्य बलं बुद्धिः पराक्रमः । षडेते यस्य विद्यते, तस्य दवं पराङ्गमुखम् ॥ १॥
ભાવાર્થ–ઉધમ, સાહસ, ધિરજ, બલ, બુદ્ધિ અને પરાક્રમ આ છે ગુણે જેનામાં વિદ્યમાન છે, તેને લક્ષ્મી સ્વયંવરા થઈને વરે છે ને દેવ દરિદ્રતા દૂર થાય છે.
બન્ને જણા અનેક ગામ, જગલ, વન ફરતાં ફરતાં નવીન કૌતકે નિહાળતાં ગુર્જરભૂમિની હદમાં દાખલ થયા. ગુજરાતની લીલી નંદનવન સમી સુકમલ ભૂમિને જોતાં મનને હર્ષ પમાડતા અનુકમે તાપી નદીના તીરપ્રદેશ સમીપે આવ્યા. ભમાત્ર એક ભૂદેવ, વિનોદી, તેમજ વાતડી હેવાથી અવધુતને તેની સાથેની મુસાફરી સુખપૂર્વક થતી હતી. ભટ્ટ પણ અવધુતની સાર સંભાળ રાખવામાં ખામી આવવા દેતે નહિ. અવધુતનું સ્વરૂપ તે સારી રીતે જાણતા હોવાથી શેઠની સંભાળ જેમ નેકર રાખે તેવી કાળજીથી ભટ્ટ સેવા કરતું હતું. અવધુતના કેટલાક ગુણેથી પણ એના ઉપર ભકિત જાગૃત થતી