________________
૨૦૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પગલે પગલે નિધાને રહેલાં છે, જેને પેજને રસકપિકાઓ રહેલી છે, પણ ભાગ્ય હિત માણસે તેને જોઈ શકતા નથી, “બાકી મહરના વસુંધરા એ નામ કાંઇ ખોટું નથી.'
પોતાના પુત્રને અણીને સમયે એકદમ હાજર થયેલો જોઇ રાજા વિક્રમાદિત્યની અને મંત્રી વિગેરે સર્વ નગરીના લેકે અત્યંત ખુશી થયા. રાજતનયા રૂપકુમારીએ પણ પોતાના પતિને જોઈ રમવાને વિચાર માંડી વાળે, અને મેહના મહીસાગરમાં ડુબકીઓ ખાવા લાગી. વિક્રમચરિત્રની માતા સુકુમારીના આનંદનું તો પૂછવું જ શું ? પિતાને પરાકની અને વિજયી પુત્રને જોઈ જગતમાં કયી માતાઓ નથી પામતી વારૂ ?
એક સારા દિવસે સુભદ્રા અને રૂપકુમારીનાં લગ્ન વિક્રમચરિત્ર સાથે મેટી ધામધુમથી કરવામાં આવ્યાં. એ મહોત્સવમાં રૂપકુમારીનાં માતાપિતા તેમજ સુભદ્રા (શુભમતી)નાં માતાપિતાને એમના પરિવાર સહિત આમંત્રણ મેકલી તેડાવવામાં આવ્યા. એ મહાન મહોત્સવ ઉજવી કન્યાઓના માતાપિતા પુત્રીઓને કન્યાદાનમાં પુષ્કળ ધન આપી પોતપોતાની નગરી તરફ ચાલ્યાં ગયાં. વલભીનગરીના રાજા મહાબળ પણ, વિક્રમચરિત્ર જેવા વને વરાવાથી પુત્રીના ભાગ્યને વખાણતા દેવના અભુત ચમત્કારને વિચાર કરતા પિતાના નગરે ગયા. વાહ શી વિધિની લીલા !
વિક્રમાદિત્યે પોતાની બન્ને પુત્રવધૂઓને રહેવા માટે સાત ભૂમિકાવાળા મને હર પ્રાસાદ તેમને આપ્યા. જુદા જુદા રાજમહાલમાં નિવાસ કરતી પુત્રવધૂઓના સુખને જોઈ રાજા વિક્રમાદિત્ય મનમાં અધિક પ્રસન્ન થયો. “ આજે જગતમાં મારા જેવો કે સુખી વીર નર હશે ભલા! ”