________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય આપ કોઈ પવિત્ર ઉત્તમ મહાત્માપુરૂષ છો! બાલ્યાવસ્થામાં પેગ લઈને આપે આત્માને કૃતકૃત્ય કર્યો છે. આપ આ અજાણ્યા નગરમાં કયાં જશે? આજે આપ મારાજ મહેમાન થઈ જાઓ. આપના જેવા અતિથિ મહાન પુણ્ય ગેજ મળે! આપને સત્સમાગમ પણ ભાગ્ય ગેજ મળે!
પરદેશી અવધુતને ભાવતું હતું ને વૈધે કહ્યું એ કહેવત પ્રમાણે આ ભૂદેવની વાણી ગમી ગઈ. “અસ્તુ ભાઈ? જેવી તમારી ઈચ્છા ' કહી બને સાથે ચાલ્યા.
બને જણ વાત કરતા જાણે પુરાણું દોસ્ત હોય તેવી રીતે વર્તતા ભૂદેવની મઢી આગળ આવી પહોંચ્યા. ભૂદેવે અવધુતની આગતા સ્વાગતા કરી ભેજન જમાડી તૃપ્ત કર્યા અને વાતો કરતા બન્ને જણ પથારી વશ થયા,
પ્રાતઃકાળે અવધુત અને ભૂદેવે ત્યાંથી આગળ ચાલવાની તૈયારી કરી. ભૂદેવ પણ એકાકી જ હતા. મંદિરમાં ત્યાગીની માફક રહીને ભીક્ષાવૃત્તિ યાને બ્રહ્મભોજન કરીને પડી રહેતા હતા. પિતે કઇક જ્ઞાની હતા, એથી અવધુત સાથેની મિત્રાચારી સાર્થક કરવા એમણે પણ અવધુતની સાથે સાથે ચાલવાની તૈયારી કરી.
અવધુત આ નવા મિત્રની સાથે અહીંથી આગળ ચાલ્યા. ગામ પરગામ જોતા તેઓ અનુક્રમે ગાઢ મિત્રે બની ગયા. બન્ને એક બીજાને ઓળખી ગયા. તેઓ ઘણુ પૃથ્વિનું ભ્રમણ કરતા રેહણાચલ પર્વતની સમીપે આવ્યા. સાયંકાળની તૈયારી થતી હોવાથી રેહણાચલ પર્વતની પાસે એક ગામ હતું, ત્યાં આવીને ધર્મશાળામાં ઉતર્યા. ભૂદેવ ગામમાં જઈ ભીક્ષાવૃત્તિ માગી લાવીને પિતે જમતા અને મિત્ર અવધુતને પણ જમાડતા, ઉદરપૂર્તિ કરી વાતે